તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
વડોદરા ક્રાઇમ બ્રાન્ચનું દિલ્હીમાં ગુપ્ત ઓપરેશનઃ દશ કરોડની ખંડણી માંગનાર
કુવિખ્યાત ગેંગના ગેંગસ્ટરને ૪ કરોડના હીરોઇન સાથે ઉપાડી લાવી...

સંસ્કારી નગરી, અપરાધી નગરી બને તે પહેલા CBI બેક ગ્રાઉન્ડ ધરાવતા સીપીઍ જોઈન્ટ સીપી નિલેશ જાજડીયાના માર્ગદર્શનમાં ડીસીપી હિમાંશુ વર્માના નેતૃત્વમાં કરેલ કાર્યવાહીની નોંધ નાયબ મુખ્યમંત્રી કાર્યાલય સુઘી લેવાઇ... : દિલ્હીના સ્પેશ્યલ સેલ સાથે રોયલ ગોદરા ગેંગ વિરૂધ્ધ જબરજસ્ત કાર્યવાહીઃ અંધારી આલમમાં ફફડાટઃ ઇન્ચાર્જ ACP ડી. જે. ચાવડા, PI એસ. એમ. ગામેતી, PI આર. એસ. ગોહિલ, PSI કે ડી. રાઠોડ અને સ્ટાફની કાબિલેદાદ કાર્યવાહી...
રાજકોટ, તા.૧૪: વડોદરા શહેરના વ્યાપારી પાસે ૧૦ કરોડની ખંડણી માંગનાર કુખ્યાત રોહિત ગોદારા ગેંગના સાગરિતને CBI બેકગ્રાઉન્ડ સાથે લો એન્ડ ઓર્ડર મજબૂત રીતે જાળવવા માટે કડક આદેશો પોલીસને આપનાર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયાના માર્ગદર્શન નીચે અને DCP ક્રાઈમ હિમાંશુ વર્માના નેતળત્વ હેઠળની ક્રાઈમ બ્રાન્ચ ટીમે દિલ્હીમાં વિશેષ ઓપરેશન હાથ ધરી એક આરોપીને ૪ કરોડના હેરોઈન સાથે ઝડપી લેતા નાયબ મુખ્યમંત્રી કાર્યાલય સુધી નોંધ લેવામાં આવી છે.
વધુ વિગતઃ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાયેલ ગુનામાં ભોગ બનનાર વેપારી પાસે ખંડણીના રૂ. ૧૦ લાખ હવાલા મારફતે લેવા માટે દિલ્હીના ચાંદની ચોક ખાતે આવેલ ઇસમને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને ન્યુ દિલ્હી સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમે ગઈકાલ તા.૧૨/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે ઝડપી પાડ્યો હતો.
તેની સ્વિફ્ટ કાર જય વિહાર, નજફગઢ ખાતે તપાસ કરતા ડેકીમાંથી ૪ પેકેટમાં કુલ ૨.૦૭૫ કિલો હેરોઈન (કિંમત આશરે ૪ કરોડ) મળી આવ્યું હતું.પકડાયેલ આરોપીઃ કુલદીપ ગણેશદાસ સ્વામી, રહે. કલ્યાણપુરા, જિ. ચુરુ, રાજસ્થાન કબજે મુદ્દામાલઃ હેરોઈન ૨.૦૭૫ કિલોગ્રામ અને સ્વિફ્ટ કાર ગુનોઃ દિલ્હી સ્પેશિયલ સેલ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૧૨/૨૦૨૬, ફઝભ્લ્ એક્ટ કલમ ૨૧, ૨૫.
સારી કામગીરી કરનાર ટીમઃ
ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડા, PI એસ.એમ. ગામેતી, PI આર.એસ. ગોહિલ, PSI કે.ડી. રાઠોડ તથા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફ અને ન્યુ દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
