<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

વડોદરા શહેર ફરી વાર હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું: કલોલીમાં પત્નીની નજર સામે જ ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારી યુવાનની હત્યા

વૃદ્ધ માતા-પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો:એક નાનકડી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત

વડોદરા :શહેર ફરી એકવાર હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. શહેરના કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલા 28 વર્ષીય ગિરીશ ભાલીયા નામના યુવાનની ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની સૌથી દુઃખદ બાબત એ છે કે હત્યારાઓએ ગિરીશની પત્નીની નજર સામે જ તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

 

પ્રાથમિક તપાસ અને પરિવારના આક્ષેપ મુજબ, જૂની અદાવતનું પરિણામ આ હત્યામાં પરિણમ્યું છે. મૃતકના પરિવારજનોએ કરણ મારવાડી અને દર્શન મારવાડી નામના બે શખ્સો પર ગિરીશની હત્યા કર્યાનો સીધો આક્ષેપ લગાવ્યો છે.

 

 

ઘટનાને પગલે ગિરીશના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વૃદ્ધ માતા-પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો છે, જ્યારે એક નાનકડી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:12 AM IST)