<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

વડોદરામાં કાર ચાલક વૃદ્ધ મહિલા ટુ-વ્હીલર પર સવાર ભાઈ-બહેનને અંદાજે 50 ફૂટ સુધી રસ્તા પર ઘસડી ગઈ

હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કુંભારવાડા પોલીસ ચોકી સામે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો

વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કુંભારવાડા પોલીસ ચોકી સામે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. એક પૂરપાટ ઝડપે આવતી કારના વૃદ્ધ મહિલા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા એક્ટિવા પર જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારચાલક મહિલા સમયસર બ્રેક ન મારી શકતા ટુ-વ્હીલર પર સવાર ભાઈ-બહેનને અંદાજે 50 ફૂટ સુધી રસ્તા પર ઘસડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી જ કારચાલક મહિલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:25 PM IST)