<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

વડોદરામાં કાર ચાલકે એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત: કારચાલકની ધરપકડ

શહેરમાં વધતી હિટ એન્ડ રનની ઘટનાઓને પગલે વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા

વડોદરામાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. કારચાલકે એક્ટિવા પર સવાર દંપતીને જોરદાર ટક્કર મારતા બંને 10થી 15 ફૂટ દૂર સુધી ફંગોળાયાં હતાં. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. જાણ થતાં રાવપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારચાલકની ધરપકડ કરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શહેરમાં વધતી હિટ એન્ડ રનની ઘટનાઓને પગલે વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.

(3:14 PM IST)