તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ચિંતન શિબિરના ચોથા સેશનમાં જીઆઈએસ અને રિમોટ સેન્સિંગનો લેન્ડ મેનેજમેન્ટમાં ઉપયોગ
ISROના સેટેલાઇટ ડેટા અને જીઆઈએસ પ્લેટફોર્મના સંયુક્ત ઉપયોગથી જમીન સંબંધિત વિવાદો ઘટાડી શકાય છે, રેવેન્યુ રેકોર્ડ્સને અપડેટ રાખી શકાય

ગાંધીનગર :ચિંતન શિબિરના ચોથા સેશનમાં જીઆઈએસ (GIS) અને રિમોટ સેન્સિંગનો લેન્ડ મેનેજમેન્ટમાં ઉપયોગ અંગે વિશેષ રજૂઆત આપવામાં આવી હતી.વક્તા પંકજ બોડાણી, ડેપ્યુટી હેડ, વેદાસ (VEDAS), વેબ સર્વિસીસ અને એનલિટિક્સ ડિવિઝન, SAC, ISRO, અમદાવાદે આ વિષય પર વિસ્તૃત માહિતી આપી.
તેમણે જણાવ્યું કે, આધુનિક લેન્ડ મેનેજમેન્ટમાં જીઆઈએસ અને રિમોટ સેન્સિંગ તકનીકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આ તકનીકોના માધ્યમથી લેન્ડ યુઝ મેપિંગ, ભૂમિની સ્થિતિનું મોનિટરિંગ, કૃષિ જમીનનું વર્ગીકરણ, વન વિસ્તારનું નિરીક્ષણ, પાણીના સ્ત્રોતોનું મૂલ્યાંકન તેમજ શહેરી વિકાસનું આયોજન વગેરે કાર્યો વધુ સચોટ, ઝડપી અને અસરકારક રીતે કરી શકાય છે.
ISROના સેટેલાઇટ ડેટા અને જીઆઈએસ પ્લેટફોર્મના સંયુક્ત ઉપયોગથી જમીન સંબંધિત વિવાદો ઘટાડી શકાય છે, રેવેન્યુ રેકોર્ડ્સને અપડેટ રાખી શકાય છે અને વિકાસના કાર્યોમાં વૈજ્ઞાનિક આધાર પૂરો પાડી શકાય છે.આ રજૂઆતમાં લેન્ડસ્ટેક અને નક્ષા પ્રોજેક્ટ સાથે જીઆઈએસ-રિમોટ સેન્સિંગ તકનીકોને કેવી રીતે જોડીને વધુ સારા પરિણામો મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
