<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

અમદાવાદના વસ્ત્રાલની સ્કૂલમાં પીએસઆઇની પરીક્ષામાં હોબાળો: પેપરનું સીલ ખુલ્લું હોવાનો ઉમેદવારોનો આક્ષેપ

"પેપર આપવું હોય તો આપો" જેવી તોછડી ભાષામાં જવાબ આપતા સ્કૂલ બહાર ઉમેદવારોના વિરોધ પ્રદર્શન બાદ મામલો ગરમાયો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ભાવના સ્કૂલમાં આજે PSIની પરીક્ષા દરમિયાન ભારે અરાજકતા સર્જાઈ હતી. પરીક્ષા શરૂ થતા પહેલા જ પેપરનું સીલ ખુલ્લું હોવાનું જણાતા ઉમેદવારોએ પેપર લીક થયાની શંકા સાથે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે જ્યારે આ અંગે સુપરવાઈઝરને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે "પેપર આપવું હોય તો આપો" જેવી તોછડી ભાષામાં જવાબ આપ્યો હતો. સ્કૂલ બહાર ઉમેદવારોના વિરોધ પ્રદર્શન બાદ મામલો ગરમાયો છે, જેને પગલે હાલ સ્કૂલ સંચાલકો દ્વારા સત્યતા જાણવા માટે CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(8:01 PM IST)