News of Monday, 5th October 2026
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં હોબાળો: વહીવટ સામે વિપક્ષે ગંભીર સવાલ ઉઠાવ્યા
આશરે ₹7 કરોડના કામ ટેન્ડર વિના જ કરાયા હોવાનો દાવો કરી ટેન્ડર ગેરરીતિ મામલે કમિટીના ચેરમેનના રાજીનામાની માગ:પ્રમુખની બે વર્ષથી ગેરહાજરીના મુદ્દે બેઠકમાં ઉગ્ર બોલાચાલી

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની AGMમાં વહીવટને લઈને વિપક્ષે સત્તાધારી પેનલને ઘેરતા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આશરે ₹7 કરોડના કામ ટેન્ડર વિના જ કરવામાં આવ્યા હોવાનો દાવો કરી ટેન્ડર ગેરરીતિ મામલે કમિટીના ચેરમેનના રાજીનામાની માગ કરવામાં આવી હતી. પ્રમુખની બે વર્ષથી ગેરહાજરીના મુદ્દે બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી છે, જ્યારે પ્રમુખના પુત્રો અને રોહન દેસાઈ વચ્ચે મારામારી જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત SDCAને પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર કરવાની બંધારણીય માગ, વાર્ષિક અહેવાલમાં હોદ્દેદારોના નામ ગાયબ હોવા અને માનિતાઓને મનસ્વી રીતે ઓનરરી સભ્યપદ અપાયાના આરોપો અંગે પણ વિરોધ વ્યક્ત કરાયો હતો. સત્તાધારી પેનલમાં જ ફૂટ પડ્યાના દાવાથી AGMમાં ગરમાવો જોવા મળ્યો હતો.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
