<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વડોદરાના દાંડિયા બજાર રેવા હોસ્પિટલમાં મહિલાના મૃત્યુ બાદ હોબાળો

પ્રસૃતિ બાદ બ્લડિંગ વધી જતા મોત થયાનો ડૉક્ટરે દાવો કર્યો. મોત બાદ પરિજનોએ હોબાળો કર્યો

વડોદરાઃ દાંડિયા બજાર રેવા હોસ્પિટલમાં મહિલાના મૃત્યુ બાદ હોબાળાના દૃશ્યો સામે આવ્યા હતા  પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા પરિવારે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૃતિ બાદ બ્લડિંગ વધી જતા મોત થયાનો ડૉક્ટરે દાવો કર્યો હતો જયારે મહિલાના  મોત બાદ પરિજનોએ હોબાળો કર્યો હતો  પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે. આ મામલે પરિવારને ન્યાય મળશે કે નહીં તેવી ચર્ચા તેજ બની છે.

(6:28 PM IST)