<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતા ખળભળાટ

વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS સ્કૂલ અને થલતેજની ઉદ્ગમ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો: બોમ્બ ડિસ્પોઝલ ટીમો દ્વારા સમગ્ર પરિસરની સઘન તપાસ

અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતા ખળભળાટ મચી ગયો છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS સ્કૂલ અને થલતેજની ઉદ્ગમ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. ઈ-મેઈલમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  ઘટનાની જાણ થતાં પોલીસ અને BDDSની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ ટીમો દ્વારા સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા ધમકીભર્યા ઈ-મેઈલના સ્ત્રોત અંગે તપાસ કરવામાં આવી રહી છે.

(3:32 PM IST)