<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

યુપીઆઈ ફીઃ નવરાત્રિ - દિવાળીના તહેવારોમાં રોકડાનું ચલણ વધી જશે

વેપારીઓ યુપીઆઈ ફી ભરશે તે ગ્રાહકો પાસેથી જ વસૂલે તેવી આશંકા : એટીએમ, બેંકમાંથી રોકડ રકમ સાથે જ ગ્રાહકે ખરીદી માટે જવું પડશે

વડોદરા  તા.૧૮: કેન્‍દ્ર સરકાર દ્વારા આગામી ૧૫મી ઓકટોબરથી રૂા. ૨૦૦૦ ઉપરાંતના યુપીઆઈના વ્‍યવહાર ઉપર મર્ચન્‍ટ ડિસ્‍કાઉન્‍ટ રેટ ૦.૪ટકા વસૂલવાની જાહેરાતના પગલે હવે નાના વેપારીઓ દ્વારા રોકડામાં જ ગ્રાહકો પાસેથી નાણાં વસૂલવાનું પ્રમાણ વધશે. કેશ ઇઝ કિગ સૂત્ર મુજબ હવે રોકડાના વ્‍યવહાર વધે તો બેંકોને પણ રોકડ નાણાંની પ્રવાહિતા વધારવી પડશે તેવી સ્‍થિતિ સર્જાશે.

હવે કેટલાક મોટા વ્‍યવહારોમાં ઝીરો એમડીઆર રિજીમનો અંત આવશે, બીજી તરફ નવરાત્રી ૧૧મી ઓકટોબરથી શરૂ થાય છે અને ૧૫મી ઓકટોબરથી નવી યુપીઆઈ ફી અમલી બને છે. દિવાળીની ખરીદી ટાણે જ વેપારીઓ રોકડાની ચૂકવણી ઉપર ભાર મુકશે. જો રોકડાથી બીજી તરફ સરકારે સ્‍પષ્ટતા કરી છેકે, પરસન ટુ પરસન (P2P) એટલે કે વ્‍યક્‍તિગત વ્‍યવહાર ગમે તેટલી રકમનો હોય તો તેની ઉપર કોઇ ચાર્જ નથી. આ ઉપરાંત રૂા.૨ હજાર સુધીના વેપારીને કરાયેલી ચૂકવણી કે જે નાનાવેપારી ઝીરો મર્ચન્‍ટ ડિસ્‍કાઉન્‍ટ રેટના માળખામાં આવતા હોય તેમના વ્‍યવહારો પણ ફી છે.

ગ્રાહકો માટે તો યુપીઆઇ ફ્રી છે. આ ચાર્જ તો પરસન ટુ મર્ચન્‍ટ (ગ્રાહક અને વેપારી)ના રૂા. ૨૦૦૦ ઉપરાંતના વ્‍યવહાર ઉપરાંત માટે છે. રૂા.૭૫ હજાર ઉપરાંતના હાઈ વેલ્‍યુ વ્‍યવહારો માટે પણ એમડીઆર રૂા.૩૦૦ ફીક્‍સ રાખવામાં આવી છે.

તેથી ઓછી રકમ યુપીઆઈ દ્વારા મેળવતા હોય તેઓ ફરજિયાત ઝીરો એમડીઆર હેઠળ આવશે તેઓ ઉપર કોઈ ચાર્જનો બોજો નહિ રહે. જે વેપારીઓ માસિક રૂા.૧ લાખ કે

આ ઉપરાંત રેલવે, ટેલિકોમ, ઇન્‍સ્‍યોરન્‍સ, ફયુઅલ સ્‍ટેશન, કૃષિ ચીજવસ્‍તુઓ રૂા. ૨૦૦૦ ઉપરાંતની ખરીદવામાં આવે તો ફિક્‍સ રૂા.પ ચાર્જ એક વ્‍યવહારના લેવાશે. છૂટા નાણાંની રામાયણ - બોલાચાલીના દ્રશ્‍યો સર્જાશે

બાળકોના નિરોગી ૬ ઉછેર માટેની તેવી દલીલનો પણ છેદ ઉડાવવામાં આવે છે, નાના વ્‍યવહાર ઉપર કોઈ એમડીઆર ચાર્જ જ નથી ત્‍યારે આવું નહિ થાય તેમ જણાવાય છે.

સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા

સોશિયલ મિડીયામાં પણ યુપીઆઇ ચાર્જ અંગે ભારે ચર્ચા ચાલે છે. એક પોસ્‍ટમાં લખાયું છેકે, પાણીપુરી જો રોકડેથી ખરીદો તો રૂા.૫૦ અને યુપીઆઇ થી ખરીદો તો રૂા.૫૧. આવી તો ઘણી પોસ્‍ટ ચાલી રહી છે.

 

(9:54 AM IST)