<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ઘી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. દ્વારા આગામી તારીખ 20 મે ના રોજ સમગ્ર ભારતમાં બંધનું એલાન

કેમિસ્ટોની કેટલીક માંગણીઓ બાબતે બંધનું એલાન આપતા કેટલાક દર્દીઓ માટે જોખમી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા સહિત સમગ્ર ભારત દેશમાં આગામી તારીખ 20 મે ના દિવસે મેડિકલ સ્ટોર બંધ રાખવાનું એલાન આપવામા આવ્યું છે.
   મળતી માહિતી મુજબ ઘી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ દ્રગીસ્ટ એસોસીએશન દ્વારા આગામી 20 મે ના દિવસે ભારત માં તમામ મેડિકલ સ્ટોર બંધ રાખવા એલાન આપવામા આવ્યું છે ત્યારે અમુક ઈમરજન્સી દર્દીઓને તકલીફ પડી શકે છે.
ઘી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનની માંગણીઓમાં ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરો. (GSR 817 તારીખ 28-08-2018 પાછું લો) કોર્પોરેટ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ બંધ કરો. નકલી દવાઓથી દેશને બચાવો. (COVID GSR 220 તારીખ 26-03-2020 પાછું લો) સાથે સાથે દર્દીઓને થતી અસુવિધા માટે એસોસિએશનએ ખેદ પણ વ્યક્ત કર્યો છે.
 જોકે ઓનલાઈન કેટલીક વસ્તુઓનું વેચાણ યોગ્ય ગણી શકાય પરંતુ દવા જેવી મેડિકલ બાબતમાં ઓનલાઈન વેચાણ ગંભીર બાબત કહી શકાય, સાથે સાથે ઑનલાઇન વેચાણ ના કારણે જે તે શહેર, ગામના સ્થાનિક વેપારીઓ પણ ગ્રાહકો ઓછા થતા નારાજ છે કેમ કે તેમનો રોજિંદો ખર્ચ પણ નિકળતો નથી,ત્યારે કેટલાક ગ્રાહકોનું એમ માનવું છે કે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરતા ઓનલાઇન ઘણી સસ્તી પડે છે. માટે અમે ઓનલાઈન ખરીદીનો આગ્રહ રાખીએ છીએ.આવી બાબતે સરકારે કોઈ નિયમ બનાવી સ્થાનિક વેપારીઓને યોગ્ય ન્યાય મળે તે દિશામાં પગલું ભરવું જોઈએ

(7:30 PM IST)