તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં ભર ઉનાળે કમોસમી વરસાદઃ વીજળીના કડાકા સાથે માવઠું, ગુજરાતભરમાં તાપમાનમાં ઘટાડો
૩૦ મેથી ૪ જૂન સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેજઃ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, ૩-૫ ડિગ્રી તાપમાન ઘટશે

અમદાવાદ, તા.૩૦: કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત ગુજરાતવાસીઓને આખરે રાહત મળી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ત્રાટકયો છે.
મેઘરજ અને મોડાસાના ગામડાઓમાં વહેલી સવારે માવઠું જોવા મળ્યું હતું. માલપુરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ ૩૦ મેથી ૨ જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે. આ દરમિયાન ગાજવીજ, ૪૦-૫૦ કિમીની ઝડપે પવન અને વરસાદ પડશે.
૩૦ અને ૩૧ મેએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં વરસાદની શકયતા છે. ૧ જૂનથી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને વડોદરામાં પણ વરસાદ પડશે. ૨ જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં વરસાદ પડશે.
આ કમોસમી વરસાદ અને પવનને કારણે રાજ્યભરમાં મહત્તમ તાપમાન ૩ થી ૫ ડિગ્રી ઘટવાની શકયતા છે. શુક્રવારે અમદાવાદમાં તાપમાન 44.4°C નોંધાયું હતું જે સામાન્ય કરતાં ૨.૫ ડિગ્રી વધુ હતું. હવે વરસાદ બાદ ગરમીમાંથી મોટી રાહત મળશે
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
