તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર, વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં 19 એપ્રિલથી તાપમાનમાં ઘટાડો થશે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આગામી 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે
હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, દાહોદ, મહીસાગર,અરવલ્લી, પંચમહાલ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજસ્થાન પર સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના હવામાનમાં જોવા મળશે. આ સિસ્ટમને કારણે ભેજવાળા પવનો ફૂંકાશે.
અંબાલાલ પટેલની આગાહીની વાત કરવામાં આવે તો, આગામી 20 એપ્રિલની આસપાસ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની સંભાવના છે. ગરમીની વચ્ચે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 19 થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવશે. અરવલ્લી, સાબરકાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોને અસર થવાની સંભાવના છે. ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે અમુક ભાગોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. મે મહિનાની શરૂઆતમાં અરબ સગારમાં હલચલ જોવા મળશે
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
