<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

વડોદરામાં પોલીસ જવાને અપશબ્દો કહ્યા હોવાના આરોપ સાથે અનુસુચિત સમાજે વિરોધ પ્રદર્શન કર્યુ

બાપોદ પોલીસ જવાન વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવા માગ: પ્રદર્શનકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ :પ્રદર્શનકર્તાઓની અટકાયતથી મામલો વધુ ઉગ્ર બન્યો

વડોદરામાં પોલીસ જવાને અપશબ્દો કહ્યા  હોવાના આરોપ સાથે અનુસુચિત સમાજે વિરોધ પ્રદર્શન કર્યુ હતું  સમાજના લોકો પોલીસ ભવન પહોંચ્યા હતા અને બાપોદ પોલીસ જવાન વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવા માગ કરી છે. પ્રદર્શનકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ હતું  પ્રદર્શનકર્તાઓની અટકાયતથી મામલો વધુ ઉગ્ર બન્યો હતો આ દરમિયાન  5 થી વધુ PI, 2 DCP, 2 ACP છતાં મામલો થાળે પાડવામાં પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી  વિરોધ પ્રદર્શનના કારણ પાછળ નજર કરીએ તો 15 મેના રોજ બાપોદ પોલીસ મથકમાં FIR કરવા જતાં પોલીસ કર્મચારી દ્વારા ધક્કામુક્કી કરાઈ હોવાનો આરોપ છે.

(11:51 PM IST)