તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
સર્વધર્મ એટલે સૌને ગૌરવપુર્ણ જીવવાનો અધિકારઃ ભુપેન્દ્રભાઇ
પોરબંદરમાં ગાંધી જયંતિએ ભુપેન્દ્રભાઇ પટેલે કીર્તિ મંદિરે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પીઃ સર્વધર્મ પ્રાર્થના સભામાં જોડાયાઃ ભુપેન્દ્રભાઇ શીતલા ચોકમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં જોડાયા : પૂ. ગાંધીજીએ સામાન્ય લોકોના જીવનને બદલાવવાનું કામ કર્યુ છેઃ અર્જુનભાઇ મોઢવાડિયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગાંધી જયંતિએ કીર્તિ મંદિરે મહાત્મા ગાંધીજીને આજે સવારે પુષ્પાંજલી અર્પી હતી. અને સર્વ ધર્મ પ્રાર્થના સભામાં જોડાયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તેના સંબોધનમાં જણાવેલ કે પૂ. ગાંધીજી સત્ય અને અહિંસાના પુજારી છે. ગાંધીજીના જીવનનું આચરણ આજે આપણી સમક્ષ છે. સર્વધર્મ એટલે કોઇ નાનુ અને મોટું નહીં સર્વધર્મ એટલે સૌને ગૌરવ પુર્ણ અને આદરપુર્વક જીવવાનો સમાન હકક છે.
મુખ્મમંત્રી ભુપેન્દ્રભાઇએ ગાંધી જયંતિ અવસરે જણાવેલ કે પૂ. બાપુનો સર્વધર્મનો ભાવ છે જે આજે સર્વનો વિકાસ વિશ્વાસ અને પ્રયાસથી સાકાર થઇ રહયો છે.
ગાંધીજીના સ્વરાજય આજે સુ રાજય બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એકતાને મજબૂત બનાવી છે. સ્વચ્છતાનો વિચારને સાર્થક કરવા નરેન્દ્રભાઇ મોદીએ જન આંદોલન ચલાવ્યુ છે. ગાંધીજીના વિકાસનું સ્વપ્ન સાકાર કરી રહેલ છે.
સર્વ ધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ પ્રવચનમાં જણાવેલ કે ગાંધીજીએ સામાન્ય લોકોના જીવનને બદલવાનું કામ કર્યુ છે. સ્વચ્છતા જીવનનો ભાગ બનાવ્યો છે. એક સમયે અસત્યતાનું જોર વધુ હતું ત્યારે ગાંધીજીએ સત્યની વાત કરીને પ્રકાશ ફેલાવ્યો હતો. ગાંધીજી વીરલ વ્યકિત છે.
કીર્તિ મંદિરે સર્વધર્મ પ્રાર્થના સભામાં રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા મહાનગરપાલિકાના મેયર સાગરભાઇ મોદી જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન ઓડેદરા પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, વિમલભાઇ કગથરા કલેકટર એસ. ડી. ધાનાણી અને જીતુભાઇ વાઘાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સહિત પ્રતિષ્ઠીત શ્રી ચૌધરી સહિત પ્રતિષ્ઠીત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
