તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
ગાંધીધામમાં UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ સામે વેપારીઓનો અનોખો વિરોધ: કાળા કપડાં પહેરી માત્ર રોકડ જ સ્વીકારી
ડીજીટલ પેમેન્ટ પ્રોસેસિંગ ફી વધારાના વિરોધમાં વેપારી મંડળનો હલ્લાબોલ: ગ્રાહકો પાસે ઓનલાઈન ક્યુઆર કોડ બંધ કરી કેશમાં વ્યવહાર કરવા કરી અપીલ

ગાંધીધામ: કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવતા પ્રોસેસિંગ અને બેંક ચાર્જીસના વિરોધમાં વેપારીઓએ એક અનોખો અને આકરો વિરોધ નોંધાવ્યો છે. ગાંધીધામના સ્થાનિક વેપારી મંડળ અને દુકાનદારોએ કાળા કપડાં ધારણ કરીને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ રાખી હતી અને ગ્રાહકો પાસેથી માત્ર રોકડ (Cash) નાણાં જ સ્વીકારીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામના મુખ્ય બજાર અને વેપારી વિસ્તારોમાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગારના સ્થળે 'NO UPI, ONLY CASH' ના બોર્ડ મારી દીધા હતા. વેપારીઓનો આરોપ છે કે ડિજિટલ ઈન્ડિયાના નામે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ પર યુપીઆઈ અને ક્યુઆર કોડ સ્કેનિંગ ટ્રાન્ઝેક્શન પર અણધારી ફી અને ચાર્જીસ ઝીંકી દેવામાં આવ્યા છે, જેનાથી તેમના માર્જિન પર સીધી અસર પડી રહી છે. આ વધારાના બોજ સામે વિરોધ દર્શાવવા તમામ વેપારીઓ એકજૂથ થયા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન વેપારીઓએ કાળા કપડાં પહેરીને સુત્રોચ્ચાર કર્યા હતા અને ગ્રાહકોને પણ આ પરિસ્થિતિ સમજાવીને રોકડ વ્યવહારમાં સહયોગ આપવા વિનંતી કરી હતી. વેપારી નેતાઓએ જણાવ્યું હતું કે, જો સરકાર અને બેંકો દ્વારા આ પ્રકારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લેવાતા ચાર્જીસ તુરંત રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં ડિજિટલ ચુકવણીઓનો બહિષ્કાર કરીને વધુ આક્રમક આંદોલન છેડવામાં આવશે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
