<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા રવિવારે અમદાવાદની મુલાકાતે

કાંકરિયા ખાતે આયોજિત વિશેષ અને લોકપ્રિય 'સન્ડે ઓન સાયકલ' અભિયાનના સીમાચિહ્ન સમાન 100મા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે

અમદાવાદ :કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ  માંડવિયા આગામી 29 નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ કાંકરિયા ખાતે આયોજિત વિશેષ અને લોકપ્રિય 'સન્ડે ઓન સાયકલ' અભિયાનના સીમાચિહ્ન સમાન 100મા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે. સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાગૃતિ તેમજ શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાયકલ વીરોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. આ વિશેષ પ્રસંગે મોટી સંખ્યામાં સાયકલ ઉત્સાહીઓ અને નાગરિકો જોડાઈને તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશો આપશે.

(9:39 PM IST)