<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનો પોરબંદર, ભાવનગર અને સુરત જિલ્લાનો ચાર દિવસીય પ્રવાસ કાર્યક્રમ જાહેર : જન્માષ્ટમી મહોત્સવ અને વિવિધ વિકાસ કામોના લોકાર્પણ - ખાતમુહૂર્તમાં આપશે હાજરી

૩ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન સુદામા લોકમેળાનું ઉદ્ઘાટન, વીર દાદુ બારોટ સ્મારકનું અનાવરણ, હણોલ સ્ટેડિયમનું ખાતમુહૂર્ત તેમજ પાલીતાણામાં શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે

ભાવનગર: કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા આગામી તા. ૩ થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પોરબંદર, ભાવનગર અને સુરત જિલ્લાના ચાર દિવસીય પ્રવાસે રહેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ત્રણેય જિલ્લાઓમાં આયોજિત વિવિધ સાર્વજનિક, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપશે.

પ્રથમ દિવસ - તા. ૩ સપ્ટેમ્બર ૨૦૨૬:
પ્રવાસના પ્રથમ દિવસે સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા દરમિયાન ચોપાટી મેદાન, પોરબંદર ખાતે ‘શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો-૨૦૨૬’ ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ રાત્રે ૯:૨૦ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન સિહોર ખાતે પગપાળા નવનાથ યાત્રા સંદર્ભે મુક્તેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈ દર્શન કરશે.

બીજો દિવસ - તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૬:
સવારે ૯:૦૦ થી ૯:૩૦ વાગ્યા દરમિયાન પાલીતાણા સ્થિત ભવાની માતાજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજિત ૨૮મી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે. સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦ વાગ્યા દરમિયાન પાલીતાણા તળેટી ખાતે વીર દાદુ બારોટના સ્મારકનું અનાવરણ કરશે.

ત્યારબાદ સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ વાગ્યા દરમિયાન જાળિયા (અમરાજી) ગામની મુલાકાત લઈ પી.એમ. શ્રી જાળિયા શાળાના નવનિર્મિત વર્ગખંડો, પ્રાથમિક શાળાની નવી કોમ્પ્યુટર લેબ, તળાવનું લોકાર્પણ તેમજ વિદ્યાર્થીઓ માટે રમતગમતના સાધનોનો પ્રારંભ કરાવશે. બપોરે ૨:૦૦ થી ૨:૩૦ વાગ્યા દરમિયાન મોટી રાજસ્થળી ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરી અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘનકચરાના નિકાલ માટેની ટ્રેક્ટર-ટ્રોલીનું લોકાર્પણ કરશે. બપોરે ૩:૦૦ થી ૩:૩૦ વાગ્યા દરમિયાન વડિયા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ તથા વર્ગખંડનું ખાતમુહૂર્ત કરશે. સાંજે ૪:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી હણોલ ગામ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૬ માં હાજરી આપશે અને હણોલ સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કરશે.

ત્રીજો દિવસ - તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૬:
શિક્ષક દિન નિમિત્તે સવારે ૯:૦૦ વાગ્યે કસ્તુરબા ઉત્તર બુનિયાદી સંસ્થા, મોટી પાણીયાળી (પાલીતાણા) ખાતે વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરશે. સવારે ૧૦:૦૦ વાગ્યે અનિડા ડેમ ખાતે નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરશે અને સવારે ૧૧:૦૦ વાગ્યે ભૂતિયા ગામ ખાતે પુલનું ખાતમુહૂર્ત કરશે. બપોરે ૧૨:૩૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન કદમગીરી ખાતે આવેલ શ્રી સાલાસુરા જગ્યામાં આયોજિત શ્રીમદ્ ભાગવત કથા તેમજ યજ્ઞમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેશે. બપોરે ૧:૩૦ થી ૨:૦૦ વાગ્યા દરમિયાન વાણીયાવીડી ખાતે કાળિયા ઠાકરના દર્શન કરશે અને સાંજે ૪:૦૦ વાગ્યે નાની રાજસ્થળી ખાતે આંબેડકર ભવનનું લોકાર્પણ કરશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(10:23 PM IST)