તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ ફરજ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા
ભ્રષ્ટાચારમુક્ત વહીવટ, પારદર્શકતા અને પ્રામાણિકતા જાળવવા કર્મચારીઓનો સંકલ્પ

( ભરત શાહદ્વારા ) નર્મદા : ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે જનજાગૃતિ કેળવવા તેમજ સરકારી વહીવટી તંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને નૈતિક મૂલ્યોને વધુ સુદૃઢ બનાવવાના આશયથી સમગ્ર રાજ્યમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓ દ્વારા ‘ફરજ પ્રત્યે નિષ્ઠા’ના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતા અને જવાબદારી સાથે નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વધુમાં, જાહેર સેવાઓમાં પારદર્શકતા જાળવવા, ભ્રષ્ટાચારથી દૂર રહેવા, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે અવાજ ઉઠાવવા અને નાગરિકોના હિતને સર્વોપરી રાખીને કામગીરી કરવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. આ શપથ દ્વારા સ્વચ્છ, જવાબદાર અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટી વ્યવસ્થાના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
