તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ખાતે જગદીશ વિશ્વકર્માએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી:દસક્રોઈ તાલુકાના ભાત ગામની આંગણવાડીની મુલાકાત :આશા બહેનોનું સન્માન કરી બાળકોને ફ્રૂટ અને નોટબુકનું વિતરણ:ભાત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો

ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાને સમર્પિત ૨૫ વર્ષના સેવાકાળમાં થયેલા વિવિધ દેશહિત અને જનહિતના કાર્યો તેમજ વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે કડાદરા ખાતે આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં યુવાનો સાથે જગદીશભાઈ વિશ્વકર્માએ વાર્તાલાપ કર્યો હતો કડાદરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીનીઓ સાથે વૃક્ષારોપણ જગદીશભાઈ વિશ્વકર્માએ કર્યું હતું જગદીશ વિશ્વકર્માએ કડદરા ખાતે માતા-બહેનોને વિવિધ રાહત-સહાય કીટનું વિતરણ કરી તેમની સાથે આત્મીય સંવાદ કર્યો હતો
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાહેરજીવનમાં અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ, લાભાર્થીઓ, બાળકો, મહિલાઓ અને યુવાનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ખાતે વિશ્વકર્માએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એકાત્મ માનવદર્શન અને અંત્યોદયના વિચારના પ્રણેતા તથા ભાજપા કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારો અને અંત્યોદયના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા અંગે તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ સાથે ભગવાન શ્રી વિશ્વકર્માજીના મંદિરે દર્શન અને પૂજન કરી તેમણે સૌ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે આજથી સમગ્ર રાજ્યમાં ‘આંગણ મિલન’ કાર્યક્રમનો શુભારંભ થયો છે. તેના ભાગરૂપે જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભાત ગામની આંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમણે આશા બહેનો તથા સાથે આત્મીય સંવાદ કરી તેમની કામગીરી અને અનુભવો જાણ્યા હતા તેમજ આંગણવાડીના ભૂલકાંઓને નોટબુકનું વિતરણ અને ફળદાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘આંગણ મિલન’ કાર્યક્રમ અંતર્ગત ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં કાર્યરત આશા બહેનો અને હેલ્પર બહેનોને સન્માનિત કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે તેમજ આંગણવાડીના બાળકોને ફળ અને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવશે.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જગદીશભાઈ વિશ્વકર્માએ દસક્રોઈ તાલુકાના ભાત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન તેમણે વિવિધ જનહિતલક્ષી યોજનાઓના કારણે લાભાર્થીઓના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનો અને તેમના અનુભવો જાણ્યા હતા. અમદાવાદ જિલ્લાના પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત ભાજપા આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડાદરા ગામે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિશ્વકર્માએ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય સહાયનું વિતરણ કર્યું હતું તેમજ લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. કડાદરા મુકામે આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં પણ જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત રહી યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાને સમર્પિત ૨૫ વર્ષના સેવાકાળમાં થયેલા વિવિધ દેશહિત અને જનહિતના કાર્યો તેમજ વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. વિશ્વકર્માએ કડાદરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીનીઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે માતા-બહેનોને વિવિધ રાહત-સહાય કીટનું વિતરણ કરી તેમની સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ એચ. એસ. પટેલ, અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, પ્રભારી રમેશભાઈ સોલંકી, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
