તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 1st October 2026
'સેવા સંકલ્પ અભિયાન' અન્વયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બોપલ આંગણવાડી ખાતે બાળકો પર વહાલ વરસાવ્યું સાથે મુલાકાત
મુખ્યમંત્રીના હસ્તે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા આંગણવાડી કાર્યકર અને આશા વર્કરનું સન્માન કરાયું:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સગર્ભા, ધાત્રી, કિશોરી અને 6 માસથી 3 વર્ષના બાળકોને THRનું વિતરણ

(અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં બોપલ સ્થિત આંગણવાડી ખાતે 'આંગણ મિલન સેવા' ઉત્સવ ઊજવાયો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બોપલ આંગણવાડી-6 ખાતે ભૂલકાંઓને ફળ અને સુખડીનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત સગર્ભા, ધાત્રી, કિશોરી અને 6 માસથી 3 વર્ષના બાળકોને THRનું પણ વિતરણ કરાયું હતું.
મુખ્યમંત્રીએ બાળકોને રમકડાં વિતરણ કરીને વહાલ વરસાવ્યું હતું.
મુખ્યમંત્રીએ બોપલ આંગણવાડી-6નું નિરીક્ષણ કરી બાળકો માટેની સુવિધાઓ અને બાળકો માટે થતી પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી.
આ તકે મુખ્યમંત્રીના હસ્તે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર બહેન અને આશાવર્કરનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત જે બાળકોનું પોષણ સ્તર ઊંચકાયું અને જળવાયું હોય તેવાં બાળકોને પોષણ ચેમ્પિયન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ બાળકો અને વાલીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે શહેરના મેયર હિતેશભાઈ બારોટ, કલેક્ટર ભવ્ય વર્મા, ડેપ્યૂટી મેયર શ્રીમતી અંજુબહેન શાહ, સ્ટે.કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ તથા મહિલા-બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, અમ્યુકોના પદાધિકારીઓ , અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
