તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બરે ૮૮ લાખથી વધુ દીવડાઓ પ્રગટાવાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૬ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાશે:રાજ્યભરમાં ૧૮,૫૦૦થી વધુ સ્થાનિક સ્થળોએ ૮૮ લાખથી વધુ દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે:પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીની પત્રકાર પરિષદના મુખ્ય મુદ્દાઓ

અમદાવાદ : વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બરે ૮૮ લાખથી વધુ દીવડાઓ પ્રગટાવાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૬ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાશે.રાજ્યભરમાં ૧૮,૫૦૦થી વધુ સ્થાનિક સ્થળોએ ૮૮ લાખથી વધુ દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે.
મહાનગરપાલિકા વિસ્તારોનું આયોજન:
* શહેર કક્ષાના ૧૭ મુખ્ય કાર્યક્રમો, જેમાં ૨,૭૬,૦૦૦ લોકોની ઉપસ્થિતિ.
* મુખ્ય કાર્યક્રમ સિવાયના અન્ય ભજન સંધ્યા વગેરે ૧૭ કાર્યક્રમો, જેમાં ૪,૭૫,૦૦૦ લોકોની ઉપસ્થિતિ.
* ૧૭ મહાનગરપાલિકાના ૨૮૭ વોર્ડમાં ૧૨,૪૮૧ સ્થળો ઉપર સ્થાનિક કાર્યક્રમો, જેમાં ૧૫,૯૫,૦૦૦ લોકોની ઉપસ્થિતિ.
નગરપાલિકા વિસ્તારોનું આયોજન:
* શહેર કક્ષાના ૧૫૨ મુખ્ય કાર્યક્રમો, જેમાં ૫,૨૫,૦૦૦ લોકોની ઉપસ્થિતિ.
* નગરપાલિકાઓમાં અન્ય ૫,૭૪૦ સ્થળો ઉપર સ્થાનિક કાર્યક્રમોનું આયોજન.
* મુખ્ય કાર્યક્રમ સિવાયના અન્ય ભજન સંધ્યા વગેરે ૧૫૨ કાર્યક્રમોમાં ૫,૭૫,૦૦૦ લોકોની ઉપસ્થિતિ.
મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સંયુક્ત આયોજન:
* ૧૬૯ મુખ્ય કાર્યક્રમો.
* મુખ્ય કાર્યક્રમ સિવાયના અન્ય ૧૬૯ કાર્યક્રમો.
* મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અન્ય ૧૮,૫૦૮ સ્થાનિક કાર્યક્રમો.
* કાર્યક્રમના સ્થળો: મંદિર, તળાવ, નદી, ચોક, મુખ્ય દરવાજા, દૂધની ડેરી, મહાનુભાવોની પ્રતિમા, સર્કલ, ટાઉન હોલ, ગાર્ડન અને APMC.
* કાર્યક્રમનો સમય: ૧૭ સપ્ટેમ્બરે સાંજે ૬:૦૦ વાગ્યાથી ભજન-સંધ્યા, સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મંદિરોની આરતી સાથે સાંજે ૭:૦૦ વાગ્યે દીવડા પ્રગટાવાશે.
મુખ્ય ઉપસ્થિતિ:
* અમદાવાદ (કાંકરિયા): કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
* અંબાજી: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા.
* સુરત: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઓલપાડ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નાવડી ઓવારા ખાતે.
* રાજકોટ (હીરાસર): કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા.
* ભાવનગર: બોર તળાવ ખાતે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા કરચલીયા પરા ખાતે.
* જનકલ્યાણ અને સેવા સેતુ: આયુષ્માન ભારત, અનાજ વિતરણ અને ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે માસ દરમિયાન વિશેષ અભિયાન ચાલશે.
* જનતાને અપીલ: મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના દરેક નાગરિકને પોતાના ઘરે પણ એક દીવડો પ્રગટાવી 'વિકસિત ભારત @ ૨૦૪૭'ના સંકલ્પ સાથે જોડાવવા અપીલ કરી છે
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
