News of Thursday, 8th October 2026
નરેન્દ્રભાઇના સુશાસનમાં ભારતે વિશ્વમાં આગવી ઓળખ મજબુત બનાવીઃ રામભાઇ મોકરીયા
વડાપ્રધાનનાં કાર્યકાળને બિરદાવતા રાજયસભાના પૂર્વ સંસદ અને શ્રી મારૂતિ ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક લી.ના ફાઉન્ડર અને ચેરમેન

રાજકોટઃ તા.૮, વડાપ્રધાન નરેદ્રભાઇ મોદીને તેમના ૭૬ માં જન્મદિવસ તેમજ ગુજરાતમાં તારીખ ૦૭/૧૦/૨૦૦૧ થી મુખ્યમંત્રી તરીકે તથા તારીખ ૨૬/૦૫/૨૦૧૪ થી પ્રધાનમંત્રી તરીકે આજદિન સુધી સતત ૨૫ વર્ષ સુધી અવિરત જનસેવા અને સફળ સુશાશન પૂર્ણ કરવા બદલ પૂર્વ સંસદસભ્ય અને શ્રી મારુતિ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક લિમિટેડ ના શ્રી રામભાઇ મોકરીયા શુભેચ્છા પાઠવી છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ગુજરાતે વિકાસ, ઉદ્યોગ, કળષિ, વીજળી, પાણી, માળખાકીય સુવિધાઓ અને સુશાસનના ક્ષેત્રે નવી દિશા પ્રાપ્ત કરી. ગુજરાતમાં શરૂ થયેલા SWAGAT અને જ્યોતિગ્રામ જેવા પ્રયોગોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તળત કરીને PRAGATI જેવા શાસનના અસરકારક મોડેલ ઊભા કરવામાં આવ્યા.
વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ‘‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ''ના મંત્ર સાથે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ખેડૂત કલ્યાણ, યુવાનો માટે તકો, ડિજિટલ ક્રાંતિ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, સ્વચ્છતા અને નાણાકીય સમાવેશ જેવા ક્ષેત્રોમાં મોટા પાયે પરિવર્તન લાવવાના પ્રયાસો થયા છે. જનધન યોજના, આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, PM-KISAN સહિતની અનેક યોજનાઓ દ્વારા વિકાસનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો છે.
નરેન્દ્રભાઈ મોદીજીના ૨૫ વર્ષના જાહેર જીવનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમણે સત્તાને માત્ર શાસનનું સાધન નહીં પરંતુ ‘‘જનસેવા એ જ રાષ્ટ્રસેવા'' ના ભાવ સાથે જોડવાનો સતત પ્રયાસ કર્યો છે. સામાન્ય પરિવારથી ઊભા થઈને ગુજરાતથી દિલ્હી સુધીની તેમની આ યાત્રા ભારતીય લોકશાહીની શક્તિ, જનવિશ્વાસ અને લોકસેવાના સંકલ્પનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ થી આજ તા. ૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધીની આ યાત્રા સતત જનસેવા અને દેશના વડાપ્રધાન તરીકે ૨૫ વર્ષ પૂર્ણ કરવાનો ઐતિહાસિક પ્રસંગ છે.
પરમાત્મા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘાયુ, નિરોગી કાયા, ઉત્તમ સ્વાસ્થ્ય, અખંડ ઊર્જા અને સુરક્ષિત જીવન અર્પે, જેથી તેઓ આગામી અનેક વર્ષો સુધી દેશની સેવા કરી શકે અને ભારતને વિકસિત,આત્મનિર્ભર, સમળદ્ધ અને વિશ્વગુરુ ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે સતત કાર્યરત રહે.
દેશની ૧૪૦ કરોડથી વધુ જનતાના આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતળત્વમાં ભારત નવી ઊંચાઈઓ સર કરે, વિશ્વના અગ્રણી રાષ્ટ્ર તરીકે વધુ મજબૂત બને અને ‘‘વિકસિત ભારત ૨૦૪૭'' નું સ્વપ્ન સાકાર થાય તેવી હૃદયપૂર્વકની શુભકામના રામભાઈ મોકરીયા,પૂર્વ સંસદ સભ્ય અને ફાઉન્ડર અને ચેરમેન ૧૯૮૫ શ્રી મારુતિ ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક લિમિટેડ રાજકોટએ પાઠવી છે. (
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
