તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Thursday, 8th October 2026
ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વોર્ડ નં -3 , 6.અને 9ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે
વિશ્વકર્માએ આ પ્રસંગે વોર્ડના આગેવાનો, બુથ પ્રમુખશ્રીઓ તથા શક્તિકેદ્ર સંયોજકઓ સાથે બુથ સ્તરની માઇક્રો પ્લાનિંગ સાથેની કામગીરી, બુથ વ્યવસ્થાપન, જનસંપર્ક સહિતના વિષયો અંગે માર્ગદર્શન આપ્યું

(અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગઇકાલે વોર્ડ નં. ૩, વોર્ડ નં. ૬ તથા વોર્ડ નં. ૯ ના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત કરીને કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ કર્યો હતો.
વિશ્વકર્માએ આ પ્રસંગે વોર્ડના આગેવાનો, બુથ પ્રમુખશ્રીઓ તથા શક્તિકેદ્ર સંયોજકઓ સાથે બુથ સ્તરની માઇક્રો પ્લાનિંગ સાથેની કામગીરી, બુથ વ્યવસ્થાપન, જનસંપર્ક સહિતના વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ગાંધીનગર મહાનગરના પ્રભારી નીરવભાઈ અમીન, ગાંધીનગર શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, ચુંટણી સંયોજક અમિતભાઈ શાહ સહિત ભાજપા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
