News of Friday, 8th May 2026
અરવલ્લીમાં અસહ્ય ગરમી:માલપુર બસ સ્ટેશન પર ડીસા-દાહોદ બસમાં મુસાફર બેભાન થયો
મુસાફરે અન્ય યાત્રીઓને ચક્કર આવતા હોવાની જાણ બાદમાં ગરમીના કારણે મુસાફર બેભાન થતા બસ સ્ટેન્ડ પર અફરાતફરી મચી ગઈ

અરવલ્લી જિલ્લામાં આભમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓ વચ્ચે હીટસ્ટ્રોકની વધુ એક ઘટના સામે આવી છે. ડીસાથી દાહોદ જતી એસટી બસમાં મુસાફરી કરી રહેલા એક યાત્રીની તબિયત અસહ્ય ગરમીના કારણે અચાનક લથડી હતી. બસ જ્યારે માલપુર બસ સ્ટેશન પહોંચી ત્યારે મુસાફરે અન્ય યાત્રીઓને ચક્કર આવતા હોવાની જાણ કરી હતી અને જોતજોતામાં તે બસમાં જ બેભાન થઈ ઢળી પડ્યો હતો.
ગરમીના કારણે મુસાફર બેભાન થતા બસ સ્ટેન્ડ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે મુસાફરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હીટવેવની સ્થિતિ વચ્ચે તબીબોએ નાગરિકોને બપોરના સમયે મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા ખાસ સલાહ આપી છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
