<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

પીએમ મોદીના 76મા જન્મદિવસને લઈ માં ઉમિયાની મહાઆરતી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મા ઉમિયાની મહાઆરતી ઉતરાઈ

વડાપ્રધાન મોદીના દીધાર્યુ માટે મુખ્યમંત્રી મા ઉમિયાને પ્રાર્થના કરી લોકોની અવરજવર માટે 100 AMTS બસની વ્યવસ્થા કરાઈ

અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના 76મા જન્મદિવસની દિવ્ય અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પરિસરમાં 7,600 દીવડાઓ પ્રગટાવીને સમગ્ર વાતાવરણને રોશનીથી ઝગમગાવવામાં આવ્યું હતું અને મા ઉમિયાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાતે ઉપસ્થિત રહીને મા ઉમિયાની મહાઆરતી ઉતારી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના દીર્ધાયુ તથા સ્વસ્થ જીવન માટે વિશેષ પ્રાર્થના કરી હતી. આ ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં આવનાર લોકોની અવરજવર સરળ બને તે માટે 100 જેટલી AMTS બસોની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી

(12:48 PM IST)