<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

અમદાવાદના વેજલપુરમાં ઘરકામ અને સાફ-સફાઈના બહાને ઘરમાં હાથફેરો કરતી બે મહિલાઓની ધરપકડ

આરોપી મહિલાઓએ સોના-હીરાના દાગીના અને રોકડ સહિત કુલ 2,52,500 ના મુદ્દામાલની ચોરી કરી: પોલીસે સરખેજની આ બંને મહિલાઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મકાન માલિકને વિશ્વાસમાં લઈ ચોરી કરવાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો હતો. મકાન માલિકને ઘરેથી કિંમતી સામાન ગાયબ જણાતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી આ બંને મહિલાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે

આ કિસ્સો અમદાવાદના લોકો માટે એક ચેતવણી સમાન છે. ઘરકામ કે સાફ-સફાઈ માટે કોઈ પણ અજાણી વ્યક્તિને રાખતા પહેલા તેની સંપૂર્ણ વિગત અને પોલીસ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે. મહિલા આરોપીઓએ જે રીતે વેજલપુરમાં મકાન માલિકની નજર ચૂકવીને લાખોના ઘરેણાં ચોરી લીધા, તે જોતા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં અને તેમની પાસેથી વધુ વિગતો કઢાવવા માટે રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સફળ કામગીરીથી વેજલપુરમાં થયેલી ચોરીનો પર્દાફાશ થયો છે.

(8:31 PM IST)