<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

સુરત ડીંડોલીના કાશીબા રેસીડેન્સીમાં શેરીમાંથી બે અજાણ્યા યુવકોએ બાઇક ચોરી કરીને ફરાર

સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ:સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી:આરોપીઓની શોધખોળ શરૂ

સુરતના ડીંડોલી વિસ્તારમાં બાઇક ચોરીની ઘટના સામે આવી છે. ડીંડોલીના કાશીબા રેસીડેન્સીમાં શેરીમાંથી બે અજાણ્યા યુવકોએ બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બંને શંકાસ્પદ યુવકો બાઇક ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.  

(12:02 PM IST)