News of Thursday, 1st October 2026
મેંગ્લોરથી ચોરી કરી દિલ્હી ભાગી રહેલા બે ચોરો વડોદરા રેલવે સ્ટેશનથી ઞડપાયા: રૂ. 19.12 લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર
આરોપીઓ દિલ્હીથી નીકળી દેશના અલગ-અલગ રાજ્યોમાં જઈને બંધ મકાનોને નિશાન બનાવતા:મેંગલોર સિટીમાં એક રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી દિલ્હી ભાગવાની ફિરાકમાં હતા

વડોદરા રેલવે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) કર્ણાટકના મેંગલોર (મંગલુરુ) શહેરમાં ઘરફોડ ચોરી કરી ટ્રેન મારફતે દિલ્હી ભાગી રહેલા બે શાતિર આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી છે. પોલીસ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી રૂ. 19.12 લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપીઓ દિલ્હીથી નીકળી દેશના અલગ-અલગ રાજ્યોમાં જતા અને બંધ મકાનોને નિશાન બનાવતા હતા. તેઓ મેંગલોર સિટીમાં એક રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી દિલ્હી ભાગવાની ફિરાકમાં હતા.પણ મેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરીને દિલ્હી ભાગી રહેલા બે કુખ્યાત તસ્કરો વડોદરા રેલવે સ્ટેશન પર જ પોલીસના સિકંજામાં ફસાઈ ગયા હતા.
મેંગ્લોર સિટી વિસ્તારના એક મકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો અને લાખો રૂપિયાનો માલ ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરોને એમ હતું કે તેઓ આરામથી ટ્રેનમાં બેસીને દિલ્હી પહોંચી જશે. પરંતુ, મેંગ્લોર નોર્થ પોલીસ સ્ટેશનના ગુનાના આ તસ્કરો વિશે વડોદરા રેલવે પોલીસને બાતમી મળી ગઈ.પોલીસે બાતમીના આધારે ‘કેરળ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ’ ટ્રેનને કોર્ડન કરી અને તેના એમ-1 (M-1) કોચમાંથી બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપીઓના નામ અરમાનખાન શૌકિનખાન અને સંજીવકુમાર ઉર્ફે જોની વિષ્ણુ ઠાકુર છે, અને બંને દિલ્હીના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.પકડાયેલા બંને આરોપીઓ મૂળ દિલ્હીના રહેવાસી છે.
વડોદરા રેલવે સ્ટેશન પર શંકાસ્પદ જણાતા પોલીસે LCB કચેરી ખાતે લાવી પૂછપરછ કરી હતી. તેમની ટ્રોલીબેગમાંથી સોના-ચાંદીના દાગીના, ઇમિટેશન જ્વેલરી, રોકડા રૂ. 48 હજાર, કાંડા ઘડિયાળ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 19.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.પોલીસે જ્યારે તેમની સઘન પૂછપરછ કરી ત્યારે તેમણે મેંગ્લોરમાં ચોરી કર્યાની કબૂલાત કરી લીધી. પોલીસે તેમની પાસેથી સોના-ચાંદીના કિંમતી દાગીના, મોંઘા મોબાઈલ ફોન, ઘડિયાળો અને રોકડ રકમ સહિત જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે.હાલ વડોદરા રેલવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમને વધુ કાયદેસરની કાર્યવાહી માટે મેંગ્લોર નોર્થ પોલીસને સોંપવાની ખાસ તજવીજ હાથ ધરી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
