તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Sunday, 10th May 2026
ગરુડેસ્વર તાલુકાના પીંછીપુરા ગામે આગ લાગતા બે કાચા મકાનો બળીને ખાક

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્કંક ગરૂડેશ્વર તાલુકાના પીંછીપુરા ગામે બપોરના સુમારે અચાનક આગ લાગતા બે કાચા મકાનો બળીને ખાક થઈ જવા પામ્યા છે
મળતી માહિતી મુજબ ગરુડેસ્વર તાલુકાના પીંછીપુરા ગામે બપોરના સુમારે અચાનક આગ લાગતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ પકડતા બાજુના કાચા મકાનને પણ લપેટમાં લેતા બંને મકાનો બળી ગયા હતા આ આગમાં તડવી સુરેશભાઈ પાંચિયા ભાઈ અને તડવી કૂવેરી બેનના બે મકાનોને ઘરમાં મુકેલ ઘર વખરી સહીત તમામ વસ્તુઓ બળી જતા ગ્રામજનોએ એક કલાક જેવો પાણીનો મારો ચલાવતા આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
