તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
અંકલેશ્વરમાં શાળામાં થયેલા ઝઘડાની અદાવતમાં ધો-12માં અભ્યાસ કરતી બે સગી બહેનો પર હુમલો
સ્કૂલની માથાકૂટ બાદ અન્ય એક વિદ્યાર્થીએ પોતાના પરિવાર સાથે મળીને આ બંને બહેનોને નિશાન બનાવી હુમલો કર્યો

ભરૂચના અંકલેશ્વરમાં શાળામાં થયેલા આંતરિક ઝઘડાની અદાવતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી બે સગી બહેનો પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. સ્કૂલની માથાકૂટ બાદ અન્ય એક વિદ્યાર્થીએ પોતાના પરિવાર સાથે મળીને આ બંને બહેનોને નિશાન બનાવી હુમલો કર્યો હતો, જેની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી બંને બહેનોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
