તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Friday, 3rd July 2026
વડોદરાના ભાયલીના 'અરેના 48'માં દારૂની પાર્ટી બાદ બે રાઉન્ડ ફાયરિંગ: અમદાવાદના મેહુલ ગઢવી સહિત 6 આરોપીઓની ધરપકડ
મેહુલ ગઢવી નામના શખ્સે નશાની હાલતમાં પોતાની રિવોલ્વરથી 'બંદૂક ચાલે છે કે કેમ' તે ચેક કરવા 'અરેના 48' ના ફ્લેટ નંબર 201 અને 301 પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ‘અરેના 48’ એપાર્ટમેન્ટમાં ગત રાત્રે આશરે 1:10 વાગ્યે થયેલા ફાયરિંગના સનસનાટીભર્યા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે. જિલ્લા એસપી સુશીલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, ક્રિપાલસિંહ નામના શખ્સે ભાડે રાખેલી અને કોઈ પણ વ્યવસાય વગર ખાલી પડેલી આ ઓફિસમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી, જે દરમિયાન અમદાવાદના મેહુલ ગઢવી નામના શખ્સે નશાની હાલતમાં પોતાની રિવોલ્વરથી 'બંદૂક ચાલે છે કે કેમ' તે ચેક કરવા 'અરેના 48' ના ફ્લેટ નંબર 201 અને 301 પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ તમામ આરોપીઓ કારમાં ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ અશ્વમેઘ એપાર્ટમેન્ટ કનેક્શનના આધારે મુખ્ય સૂત્રધાર સહિત 6 લોકોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પૈકી સંજય દવે ઉર્ફે RDX નામનો શખ્સ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ 15 ગુના નોંધાઈ ચૂક્યા છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
