News of Wednesday, 25th November 2026
બનાસકાંઠાના ધાનેરાની નેનાવા બોર્ડર પરથી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા 569 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો
પોલીસે કુલ 19.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો:ધાનેરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક આવેલી રાજસ્થાનને જોડતી નેનાવા બોર્ડર પરથી પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા બે શખ્સોને ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. નેનાવા ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા નિયમિત વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં પોલીસને 569 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અને અન્ય સાધનો મળીને પોલીસે કુલ 19.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ ધાનેરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
