હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવસારીમાં પોલીસ આવાસ નિગમના બે અધિકારીઓ રૂ. ૪૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાયા
સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ વોલના બિલ મંજૂર કરવાના અવેજ પેટે માંગેલી લાંચની રકમ સ્વીકારતા સુરત ખાતેથી એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા

નવસારી: નવસારીમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના બે અધિકારીઓ રૂ. ૪૦,૦૦૦ ની લાંચ લેતા સુરત શહેર એસીબીની ટીમ દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને રંગેહાથ પકડાઈ ગયા છે. એસીબી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ભારે ફાડ પડી છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર પ્રક્રિયા હેઠળ કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કર્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ તેના બિલના નાણાં મંજૂર કરવા માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના લૂન્સીકૂઇ નવસારી ખાતે ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-૨) બ્રિજેશભાઈ રમેશભાઈ ગોંડલીયા તેમજ મદદનીશ ઇજનેર (કરાર આધારિત) નયન રાજાભાઈ બલદાણિયા દ્વારા બિલ મંજૂર કરવાની કામગીરીના બદલામાં શરૂઆતમાં રૂ. ૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે, બોલાચાલ અને રકઝકના અંતે આ રકમ રૂ. ૪૦,૦૦૦ નક્કી કરવામાં આવી હતી.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત સુરત શહેર એસીબી કચેરીનો સંપર્ક સાધીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ધડુક અને તેમની ટીમ દ્વારા તા. ૧૦/૦૯/૨૦૨૬ ના રોજ સુરતના નર્મદનગર સોસાયટી મકાન નં. ૩૩ ની સામે આવેલી શેરીમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ છટકા દરમિયાન આરોપી નં. (૨) મદદનીશ ઇજનેર નયન રાજાભાઈ બલદાણિયાએ ફરિયાદી પાસેથી રૂ. ૪૦,૦૦૦ ની લાંચની રકમની માંગણી કરી તે સ્વીકારતાં જ એસીબીની ટીમે તેમને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ હાથ ધરવામાં આવેલી ઘનતાપૂર્વકની તપાસ દરમિયાન આ ગુનામાં સંસર્ગ ધરાવતા આરોપી નં. (૧) નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશભાઈ રમેશભાઈ ગોંડલીયા પણ મળી આવતાં તેમની પણ અટકાયત કરવામાં આવી હતી. એસીબીની ટીમે લાંચની સંપૂર્ણ રૂ. ૪૦,૦૦૦ ની રકમ રીકવર કરીને બંને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
