<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

અમદાવાદ શહેરમાં પોલીસ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા બે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે માધુપુરા અને આનંદનગર ખાતે બનનારા નવા પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન

અમદાવાદ શહેરમાં પોલીસ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવાના ભાગરૂપે બે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે માધુપુરા અને આનંદનગર ખાતે બનનારા નવા પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

  આ પ્રસંગે DGP જી.એસ. મલિકે પોલીસ આવાસની સુવિધાઓ અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ માટે હાલમાં 2600 ક્વાર્ટર ઉપલબ્ધ છે અને વધુ 3 હજાર પોલીસ ક્વાર્ટરના નિર્માણનું કામ હાલ પુરજોશમાં ચાલુ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મંજૂર થયેલા નવા આવાસ પ્રોજેક્ટ્સનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેનાથી પોલીસ કર્મચારીઓને રહેણાંકની અછતનો સામનો કરવો નહીં પડે અને આવાસની સમસ્યા કાયમી ધોરણે દૂર થશે.

(9:57 PM IST)