તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
સુરતમાંથી દુર્લભ 18 ઇન્ડિયન સ્ટાર ટર્ટલ સાથે બે શખ્સ ઝડપાયા :વન વિભાગ અને WCCBએ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધા
આરોપીઓ પાસેથી 18 જીવંત ઇન્ડિયન સ્ટાર ટર્ટલ જપ્ત :કાચબા ઉપરાંત બે મોંઘા સ્માર્ટફોન પણ કબજે લેવાયા

સુરતમાંથી દુર્લભ 18 ઇન્ડિયન સ્ટાર ટર્ટલ સાથે બે શખ્સ ઝડપાયા છે સુરત વન વિભાગ અને WCCBની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપાઈ ગયા છે. ઉધના દરવાજા વિસ્તારમાં બાતમીના આધારે ઓપરેશન કર્યું હતું. સુરત એન્ટરપ્રાઇઝ દુકાનમાં છટકું ગોઠવી બે શખ્સ ઝડપાયા હતા ગેરકાયદે સ્ટાર ટર્ટલનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા હતા.દિનેશ કનકાભાઈ ઠાકોર અને શેખ મોહમદ અઝહર ઝડપાયા હતા આરોપીઓ પાસેથી 18 જીવંત ઇન્ડિયન સ્ટાર ટર્ટલ જપ્ત કરવામાં આવ્યા છે. કાચબા ઉપરાંત બે મોંઘા સ્માર્ટફોન પણ કબજે લેવાયા છે. કાચબાની કિંમત 25 હજારથી 1 લાખ સુધી હોવાનો અંદાજ. ડુમસ રેન્જ ફોરેસ્ટ કચેરીમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ગેરકાયદે વન્યજીવ તસ્કરી નેટવર્ક અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
