તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
સુરતમાં કોપર વાયર ચોરી કરતી ગેંગના બે સાગરીતોની ધરપકડ
સરકારી ટેલિકોમ કંપની BSNLના કરોડોના કોપર કેબલ વાયર ચોરી કરવાના ગુનામાં મહીધરપુરા પોલીસે બે મોટા શાતિર આરોપીઓની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સરકારી ટેલિકોમ કંપની BSNLના કરોડોના કોપર કેબલ વાયર ચોરી કરવાના ગુનામાં મહીધરપુરા પોલીસે બે મોટા શાતિર આરોપીઓની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ આ ગુનાને અંજામ આપવા માટે અગાઉથી જ પ્લાનિંગ કરી સુરતની એક હોટેલમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ તેઓ જીઈબી (GEB) ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને વિસ્તારની રેકી કરતા હતા અને 2 ઓગસ્ટની રાત્રે JCB તેમજ ખોટી નંબર પ્લેટવાળી ટ્રકની મદદથી BSNL કેબલ ડક્ટ ચેમ્બરમાંથી લાખો રૂપિયાના વાયર ચોરી ફરાર થઈ ગયા હતા.
આરોપીઓએ માત્ર એક જ જગ્યાએ નહીં પરંતુ અગાઉ પણ આશરે 800 મીટર જેટલો મૂલ્યવાન કોપર વાયર ચોરી લીધો હોવાનું સામે આવ્યું છે. જો કે, બીજી વખત અન્ય કોઈ સ્થળે ચોરી કરવા માટે નીકળે તે પહેલા જ પોલીસે બાતમીના આધારે સમય સૂચકતા વાપરીને બંને આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ ૨૫ વર્ષીય અમન રામાનંદ પાસી અને ૨૩ વર્ષીય મોહમદ રાહુલ ફૈયાઝ શેખ તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન, રિફ્લેક્ટર જેકેટ, હેલ્મેટ, સ્ટીલ વાયર રોપ, રિફ્લેક્ટર લાઈટ અને કોપર કાપવાના સાધનો સહિત કુલ રૂ. ૨૩,૩00 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ પૂછપરછમાં એવું પણ ખૂલ્યું છે કે મુખ્ય આરોપી અમન પાસી વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં અગાઉ પણ ચોરી અને લૂંટ જેવા ૭ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
