News of Thursday, 9th July 2026
બર્કતુરા ગામથી કામ અર્થે કોલવાણ ગામે બાઇક પર જતા બે મિત્રોની ગાડીને ઈકો ગાડીએ ટક્કર મારતા એક નું મોત
ઇકો ગાડી લઇ નાસી થઇ ગુનો કરનાર ઈકો ના ચાલક વિરુદ્ધ સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં કોલવણ ગામ નજીક ઈકો ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક પર જઈ રહેલા બે પૈકી એકનું મોત થયું છે જ્યારે બીજાને ગંભીર ઇજાઓ થઈ હતી.
પ્રિતિકાબેન W/O રાહુલભાઇ રાજેન્દ્રભાઇ વસાવા (ઉ.વ.-૨૧ )( રહે. બર્કતુરા, તા.સાગબારા,જીલ્લો નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના નાનાભાઈ મરનાર સાગરભાઈનાઓ તેના મિત્ર તુષાર સાથે ટી.વી.એસ.કંપનીનું સ્કુટર નંબર GJ-16-EH- 2439 ની ઉપર તેમના ગામ બર્કતુરાથી કામકાજ અર્થે કોલવાણ ગામે જવા નીકળેલા જેઓ કોલવાણ ગામ નજીક આવેલ નાળા પાસે પહોચતા કોલવાણ ગામ તરફથી આવી રહેલી ઇકો ગાડી નંબર GJ-26-A-2681 ની પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મરનાર તથા સાહેદના સ્કુટરને સામેથી ટક્કર મારી એકસીડન્ટ કરતા સગર્ભા તથા સાહેદ સ્કુટર સાથે રોડ ઉપર નીચે પડી જતા બાઇક પાછળ બેઠેલા મરનાર સાગરભાઈ રાજુભાઈ વસાવા, ઉ .૧૬ વર્ષ નાઓ ઇકો ગાડી નીચે આવી જતા થોડે દુર સુધી ઘસડી જતા મરનારને માથામા કપાળથી ઉપરના ભાગે ગંભીર ઇજા તથા બન્ને હાથ પગમા તથા શરીરે ઓછી વત્તી ઇજા કરી સારવાર દરમ્યાન મોત નિપજાવી તથા સાહેદને માથામા તથા પગમા ઓછી વત્તી ઇજા પહોચાડી સ્થળ ઉપરથી ઇકો ગાડી લઇ નાસી થઇ ગુનો કરનાર ઈકો ના ચાલક વિરુદ્ધ સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
