તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
અમદાવાદના રાણીપ વિસ્તારમાં દારૂના નશામાં ધૂત બે શખ્સોએ આતંક મચાવ્યો રિક્ષામાં તોડફોડ કરી :પસાર થતા સ્થાનિકોને બેફામ માર માર્યો
જાહેર રોડ પર બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો: કલાકો સુધી ટ્રાફિક જામ થતાં વાહનચાલકો ભારે પરેશાન

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ (D-Mart) પાસે દારૂના નશામાં ધૂત બે શખ્સોએ ભારે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અસામાજિક તત્વોએ રસ્તા પર એક રિક્ષામાં તોડફોડ કરી હતી અને ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોને બેફામ માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ હુમલાની ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાહેર રોડ પર બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થતાં વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
