તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
વડોદરામાં બે દિવસીય પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો થશે પ્રારંભ: GSFC યુનિવર્સિટી ખાતે ૧૯ સેમિનારમાં ૧૫૧ જેટલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો આપશે માર્ગદર્શન
પરિષદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ક્વોન્ટમ ટેક્નોલોજી, પ્રાકૃતિક ખેતી, ગ્રીન એનર્જી અને ટૂરિઝમ જેવા અત્યાધુનિક વિષયો પર કેબિનેટ મંત્રીઓ,આઇએએસ, દેશ-વિદેશના નિષ્ણાતો, અને ઉદ્યોગપતિઓનું મંથન

વડોદરા:વડોદરામાં આજે તા.૨૯ અને ૩૦ જૂન એમ બે દિવસ માટે વડોદરા સ્થિત GSFC યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા જઇ રહી છે. ‘પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષા’ની થીમ હેઠળ યોજાનારી આ પરિષદમાં કુલ-૧૫૧ જેટલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા અલગ-અલગ વિષયો પર કુલ ૧૯ સેમિનારનું આયોજન કરાયું છે.
આયોજીત સેમિનારોમાં મુખ્યત્વે ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા મહત્વના વિષયો ઉપર સેમિનાર યોજાનાર છે. જેમાં 'ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટી ઇન સ્પેશિયાલિટી કેમિકલ્સ: ધ સેન્ટ્રલ ગુજરાત એડવાન્ટેજ' વિષય પર સેમિનાર યોજાશે. જેમાં દીપક ગ્રુપ કંપનીના ચેરમેન દીપક મહેતા અને એસ્ટ્રલ લિમિટેડના ચેરમેન અને એમડીશ્રી સંદીપ એન્જિનિયર દ્વારા એક્સપર્ટ લેક્ચર અપાશે અને જરૂરી ચર્ચા કરશે.
ડીએસટી (IT/ITeS) દ્વારા ‘ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એન્ડ ક્વોન્ટમ ટેક્નોલોજીસ: પ્રિપેરિંગ ગુજરાત ફોર ધ નેક્સ્ટ ટેક્નોલોજિકલ રેવોલ્યુશન’ વિષય પર પેનલ ડિસ્કશન યોજાશે. જેમાં IBM ઇન્ડિયાના ડાયરેક્ટર ડૉ. અમિત સિંઘી, ફોર્ટીટુલેબ્સના સીઈઓ નિલેશ ધાંધે, એનક્યુબ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને ફાઉન્ડર સુધીર નાયક, ઇનોગ્રેસના ફાઉન્ડર અને ડાયરેક્ટર સુમંત પરિમલ, ક્યુબિટ ફોર્સના સીઈઓ એલ. વેંકટ સુબ્રમણ્યમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર અનઘ ભૌમિક, દેવ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી લિમિટેડના ફાઉન્ડર પ્રણવ પંડ્યા, રોકસ્ટાર ગેમ્સના ગેમ ડેવલપર આદિત્ય સુબ્રમણ્યમ, ઇકોલ ઇન્ટ્યુઇટ લેબના વિઝિટિંગ ફેકલ્ટી અને ઇન્ડિપેન્ડન્ટ ગેમ ડિઝાઇનર વિક્રમ ખઝાનચી, વેગ પિક્સલ્સના ઇન્ડિ ગેમ ડેવલપર અને આર્ટિસ્ટ મૃદુલ પંચોલી, આઉટલુક રિસ્પોનના એડિટર વિગ્નેશ રઘુરામ, આઉટલુક ગ્રુપના કો-ઓર્ડિનેટર ઉજ્જલ ઘોષ અને કો-ઓર્ડિનેટર દિવ્યાંશુ જોગ એક્સપર્ટ લેક્ચર આપશે.
ડીએસટી-બાયોટેક્નોલોજી દ્વારા 'પોઝિશનિંગ સેન્ટ્રલ ગુજરાત એઝ અ ગ્લોબલ બાયોઇકોનોમી હબ' વિષય પર સીઈઓ રાઉન્ડ ટેબલ યોજાશે, જેમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી, IAS એક્સપર્ટ લેક્ચર આપશે.
ડીએસટી-સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ દ્વારા રાઉન્ડ ટેબલ: 'ફ્રોમ પોર્ટ ટુ ફેબ: બિલ્ડિંગ અ રેઝિલિયન્ટ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ ફોર સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ' યોજાશે, જેમાં BSVના ડાયરેક્ટર અને સીઓઓ ભાવિન પટેલ, ISMના ટેક્નોલોજી ડાયરેક્ટર મનિષ હુડા, અનંત ટેક્નોલોજીસના ચેરમેન ડૉ. સુબ્બા રાવ પાવુલુરી, એન્ટરપ્રાઇઝ સિંગાપોરના સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર લીના વનવાની, SCL મોહાલીના સાયન્ટિસ્ટ/એન્જિનિયર નિરંજન સિંહ, SCL મોહાલીના ગ્રુપ હેડ સંજીવ લુથરા, નિપ્પોન એક્સપ્રેસના ડેપ્યુટી આરજીએમ ટાકાયોશી ઉચિયુમી, મિઝુહો બેંકના એમડી ર્યો મુરાઓ, IN-SPACe ના જે.એસ અનુપમ આનંદ (IAS), મર્ક-Merckના રોમિલ રવિ અને અભિષેક અગ્રવાલ, એક્રિબિસ સિંગાપોરના સંયમ સુલતાનિયા, એન્ટરપ્રાઇઝ સિંગાપોરના વેઈ કાંગ, બેલ્જિયમના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનર ઈવા વેર્સ્ટ્રેલેન, સી-ડેક બેંગલોરના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. અબે જેકોબ અને SAC/ISRO ના પૂર્વ ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈ આ સેમિનારમાં એક્સપર્ટ લેક્ચર આપશે.
ડીઇટી-DET દ્વારા પેનલ ડિસ્કશન/સેમિનાર 'ઇન્ડસ્ટ્રી ૪.૦, AI, એન્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ: સ્કીલ્ડ વર્કફોર્સ રિક્વાયરમેન્ટ્સ ફોર ધ નેક્સ્ટ ડીકેડ' પર યોજાશે, જેમાં ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સેહરા (IAS), રોજગાર અને તાલીમ નિયામક (ગાંધીનગર) સુશ્રી સ્તુતિ ચરણ (IAS), કૌશલ્ય વિકાસ મેનેજિંગ ડાયરેક્ટર કે. જે. રાઠોડ (IAS), રોજગાર અને તાલીમ એડિશનલ ડાયરેક્ટર સુશ્રી એન. બી. રાજપૂત, કૌશલ્ય વિકાસના ડેપ્યુટી ડાયરેક્ટર એન. પી. રાવલ, ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સના સીઓઓ સુશ્રી નિધિ ગોયલ, મેટ્રિક્સ કોમસેક પ્રાઇવેટ લિમિટેડ-વડોદરાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સિનિયર વીપી-પ્રોડક્શન એન્જિનિયર સુમેર મહેરા, ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ,ધોલેરાના એવીપી અને ગુજરાત ઓપરેશન્સના હેડ અલ્પેશ શાહ, સ્નેડર ઇલેક્ટ્રિક ઇન્ડિયા લિમિટેડ-વડોદરાના સિનિયર જનરલ મેનેજર રિતેશ ઓઝા, આર આર કાબેલ લિમિટેડ,વાઘોડિયાના એવીપી મેન્યુફેક્ચરિંગ મૃત્યુંજય કુમાર, એફએસ ગ્રીન એનર્જીસ લિમિટેડ,કરજણના પ્લાન્ટ હેડ/પ્રોડક્શન હેડ વિકાસ પટેલ, ટેકડી સાયબર સિક્યોરિટી લિમિટેડ,અમદાવાદના ફાઉન્ડર, મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ સની વાઘેલા, એમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ,વાઘોડિયાના હોલ ટાઇમ ડાયરેક્ટર સ્નેહ એસ. શાહ અને પારુલ યુનિવર્સિટીના સીડીસીના એચઓડી HOD સુશ્રી ધારણા ભટ્ટ આ સેમિનારમાં એક્સપર્ટ લેક્ચર આપશે.
ટીસીજીએલ-TCGL દ્વારા 'એક્સપિરિયન્શિયલ એન્ડ ક્રિએટિવ ટૂરિઝમ ઇન ગુજરાત: બિયોન્ડ ધ મોન્યુમેન્ટ્સ' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડયન અને પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગના સચિવ શ્રી કુલદીપ આર્ય (IAS), ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. વિપિન ગર્ગ (IAS), ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ શ્રી વિવેક અગ્રવાલ (IAS), અદાણી ફાઉન્ડેશન,આર્ટ્સ, ક્રાફ્ટ એન્ડ લાઈવલીહુડ લિંકેજીસના સીઈઓ ડૉ. અભિષેક લખટકિયા, 'સ્વદેશ - ભારતની સાંસ્કૃતિક સંપત્તિના સાક્ષી' રિલાયન્સ ઇનિશિયેટિવના ભાસ્કર શર્મા, હેરિટેજ લીડર, સોશિયલ આંત્રપ્રિન્યોર અને ક્રાફ્ટ, કલ્ચર અને ઇન્ક્લુઝનના હિમાયતી નામદાર રાધિકારાજે ગાયકવાડ, ઇન્ડિયન કલ્ચર એન્ડ પરફોર્મિંગ આર્ટ્સના ઇન્ડિપેન્ડન્ટ સ્કોલર ડૉ. ઉત્તપલા દેસાઈ, પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના ડીન ડૉ. જયરામ પોદુવલ, પુણ્યયુગ આર્ટવિઝન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ડાયરેક્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસના ડૉ. આશિષ કુલકર્ણી, ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજના સુશ્રી નિરુપમા વાય. મોદવેલ, કોચી બિએનાલે ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. વેણુ વાસુદેવન (IAS નિવૃત્ત), અભિવ્યક્તિ - સિટી આર્ટ પ્રોજેક્ટ ટોરેન્ટ ગ્રુપના ફાઉન્ડર સુશ્રી સપના મહેતા, ‘ડિઝાઇન ડીલ્સ’ ના ઇન્સ્ટિટ્યૂશનલ હેડ અને ફાઉન્ડર સુશ્રી વિલ્લુ મિર્ઝા, ફિલ્મ પ્રોડ્યુસર (કૃષ્ણાવતારમ) હાર્દિક ગજ્જર, ફાઉન્ડર – ક્રિએટિવ ઇકોનોમી ફોરમ સુશ્રી સુપ્રિયા સૂરી, ઓરેન્જ વેફેરરના બ્લોગર સુશ્રી મધુરિમા ચક્રવર્તી, ફિલ્મ ડાયરેક્ટર (લાલો) અંકિત સાખીયા, શેફ સ્મિત સાગર, આઈટીસી હોટેલ્સના કોર્પોરેટ એક્ઝિક્યુટિવ શેફ સુશ્રી મનીષા ભસીન, ઇમેજ ક્રિએટિવ એજ્યુકેશન અને ICAT કોલેજ ઓફ ડિઝાઇન એન્ડ મીડિયાના ફાઉન્ડર કે. કુમાર, ઇમેજ ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેક્ટર ડૉ. તરુણિકા કુમાર, ડિઝાઇન હેડ અંજન કરિઅપ્પા એમ. એમ., એડજંકટ ફેકલ્ટી ક્રાફ્ટિંગ ક્રિએટિવ કોમ્યુનિકેશન એન્ડ કન્ટેન્ટ, ક્રિએટર ઇકોનોમી એન્ડ મીડિયાના ડૉ. દર્શન અને સિનિયર હેરિટેજ એક્સપર્ટ પ્રોફેસર આર. જે. વસાવડા દ્વારા એક્સપર્ટ લેક્ચર અપાશે.
આઈસી-સ્ટાર્ટઅપ-IC-startup દ્વારા સ્ટાર્ટઅપ સેમિનાર 'ઇગ્નાઇટિંગ ગુજરાત્સ નેક્સ્ટ ગ્રોથ ચેપ્ટર થ્રુ ઇનોવેશન એક્રોસ ઇન્ડસ્ટ્રીઝ' યોજાશે, જેમાં મોન્ક ટેક પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર માર્મિક ભટ્ટ, ક્લાયજન્ટ એરોસ્પેસના ફાઉન્ડર હર્ષ જોશી, TiE વડોદરાના પ્રેસિડેન્ટ સમીર પરીખ, નેશનલ હેડ-સ્ટાર્ટઅપ્સના અંકિત મચ્છર, કન્વીનર CII ગુજરાત સ્ટાર્ટઅપ ટાસ્કફોર્સના ઋત્વિક પટેલ, ફંડૂલેબ્સ ક્રિએટિવ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર નૈતિક ચોટાઈ, જીનોસ્કોપ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ડૉ. શનાયા બેકેરી, લિટલ જીનિયસ એકેડેમીના ફાઉન્ડર સુશ્રી તાન્યા શાહ, સ્ટોરીટેલર કિડ્સ LLP ના ફાઉન્ડર સુશ્રી ક્રિષ્ણા સિદ્ધપુરા, SVIFના સીઈઓ ભાવિન પંડ્યા, એસ એસોસિએટ્સના સુશ્રી સ્વાતી પંચાલ અને તેલંગાણા ઇનોવેશન સેલના સીઈઓમેરાજ ફહીમ દ્વારા એક્સપર્ટ લેક્ચર આપવામાં આવશે.
કમિશનરેટ ઓફ ફિશરીઝ દ્વારા 'ટ્રાન્સફોર્મિંગ ગુજરાત ઇન્ટુ એન ઇનલેન્ડ ફિશરીઝ પાવરહાઉસ' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણી, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરષોત્તમભાઈ ઓઢવજીભાઈ સોલંકી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગના આઈએએસ અરુણકુમાર સોલંકી, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશવોટર એક્વાકલ્ચર,ભુવનેશ્વર, ઓડિશાના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ચંદ્રકાંત મિશ્રા, કેવીકે દેવતાજ-આણંદના સાયન્ટિસ્ટ-ફિશરીઝ ડૉ. જૈમિન ભટ્ટ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ વડોદરાના ડિઝાઇનવાઇસ પ્રેસિડેન્ટ યુ. વી. યાજ્ઞિક, સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,વડોદરાના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. સુહાસ કામ્બલે (IAS), મત્સ્યોદ્યોગ કમિશનર શ્રી વિજય ખરાડી અને મત્સ્યોદ્યોગ જોઈન્ટ કમિશનર સુશ્રી નિરૂપા ટી. ગઢવી દ્વારા એક્સપર્ટ લેક્ચર અપાશે અને ચર્ચામાં સહભાગી થશે.
ગેટકો-GETCO - EPD દ્વારા 'TBCB ફ્રેમવર્ક ફોર અ રિન્યુએબલ એનર્જી-રીચ પાવર સિસ્ટમ: બેલેન્સિંગ કોસ્ટ, રિલાયબિલિટી, એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ એનર્જી ટ્રાન્ઝિશન એરા' વિષય ઉપર સેમિનાર યોજાશે, જેમાં પાવરગ્રીડના નિવૃત્ત ઇડી લક્ષ્મીનારાયણ મિશ્રા, પાવર સિસ્ટમના મેમ્બર વિજય કુમાર સિંહ, PFCCL ના જીએમ નવીન ફૌગાટ, આઈઆઈએમ ઉદયપુરના એક્ઝિક્યુટિવ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એચઓડી અને પ્રોફેસર ડૉ. રાજેશ્વરી નરેન્દ્રન, પાવરગ્રીડના ઇડી પંકજ પાંડે, PGCILના સીજીએમ મનોજ કુમાર સિંહ, AESL ના હેડ શશાંક શર્મા, સ્ટરલાઇટ ટેક્નોલોજીના વીપી ટી. એ. એન. રેડ્ડી, PFCCL ના સીજીએમ નીરજ સિંહ, RECના ઇન્ચાર્જ જીએમ રત્નેશ કુમાર, MSETCL ના સીઈ પિયુષ શર્મા, RVPNL ના સીઈ સુશ્રી સોના શિશોદિયા, MPPTCL ના ઇડી સંદીપ ગાયકવાડ, CBIPના અનિલ સિક્કા અને આઈઆઈએમ ઉદયપુરના સિનિયર માર્કેટિંગ મેનેજર સુશ્રી પૂજા સેલી એક્સપર્ટ લેક્ચર આપશે.
આઈસી-એમએસએમઈ કમિશનરેટ IC - MSME Commissionerate દ્વારા રીજનલ એમએસએમઈ કોન્ક્લેવ યોજાશે, જેમાં જેસીઆઈ MSMEના આર.ડી. બરહટ્ટ, એસ્ટ્રલ લિમિટેડના હોલ-ટાઇમ ડાયરેક્ટર, ચેરમેન અને એમડી સંદીપ એન્જિનિયર, રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના પ્રશાંત સંઘવી, ઝાયડેક્સ ગ્રુપના ચેરમેન અને એમડી અજય રાંકા, બીસી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સુનિલ દવે, નીતિ આયોગના પ્રોગ્રામ ડાયરેક્ટર ઇશ્તિયાક અહેમદ, ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર નિશાંત જૈન, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડના એમડી અને સીઈઓ નેહલ વોરા, વસા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને એમડી ડૉ. જૈમિન વસા, રુબામીન પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ભુવન પુરોહિત, રશિયાના લીડ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ સુશ્રી ઝ્લાટા અન્તુશેવા, ડાયરેક્ટર જનરલ અને સીઈઓ, ડીન - એકેડેમિક એડવાન્સમેન્ટ, R&D અને કન્સલ્ટન્સી તથા સ્કૂલ ઓફ સસ્ટેનેબિલિટીના ડાયરેક્ટર ડૉ. ઇબ્રાહિમ હાફીઝુર રહેમાન અને મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી કોમલ કંઝારિયા એક્સપર્ટ લેક્ચર આપશે.
ગ્રીટ-GRIT દ્વારા 'સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ હબ ઇન છોટાઉદેપુર: ફ્રોમ ટ્રેડિશનલ સ્કિલ્સ ટુ ઇન્ડસ્ટ્રિયલ સ્કેલ' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સચિવ હરિ રંજન રાવ (IAS), જોઈન્ટ સેક્રેટેરી ખેલો ઇન્ડિયાના વિનીલ ક્રિષ્ણા (IAS), સ્પોર્ટ્સકોમના પ્રેસિડેન્ટ જાજલ દાની, સ્ટેગ ઇન્ટરનેશનલના ચેરમેન રાકેશ કોહલી, શિવ નરેશ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઈઓ શિવ પ્રકાશ સિંહ, અજિલિટાઝના ડાયરેક્ટર અજય કુમાર પાંડે, આનંદકો સ્પોર્ટિંગ કોર્પોરેશનના ડાયરેક્ટર R&D અર્જુન આનંદ, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ મોનલ ચોખ્સી અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કે. એમ. હરિલાલ હાજર રહેશે.
ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર દ્વારા 'AI ઇન એગ્રીકલ્ચર ફોર સ્માર્ટર ડિસિઝન્સ એન્ડ હાયર પ્રોડક્ટિવિટી' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં શ્રી પ્રતિક મહેતા, શ્રી રજનીશ ખરે, શ્રી ઉદય શાહ અને શ્રી વેંકટ પ્રવીણ કુમાર દ્વારા લેક્ચર આપવામાં આવશે.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા 'બેક ટુ ધ રૂટ્સ: નેચરલ ફાર્મિંગ ઇઝ શેપિંગ ધ ફ્યુચર ઓફ એગ્રીકલ્ચર' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગના ડાયરેક્ટર ડૉ. ગગ્નેશ શર્મા, NAFEDના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ધૈર્યશીલ વિજય કાનસે (IRS), GOPCAના ડાયરેક્ટર અનિલ પટેલ અને પ્રગતિશીલ ખેડૂત કલ્પેશ પટેલ દ્વારા એક્સપર્ટ લેક્ચર આપવામાં આવશે.
જીએઆઈસીએલ-GAICL દ્વારા 'ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટ પ્રોસેસિંગ: ટ્રેન્ડ્સ રેડિફાઇનિંગ ફૂડ ઇન્ડસ્ટ્રી' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં આઈટીસી ગુજરાતના ઓપરેશન મેનેજર ભૂપેન્દ્ર શર્મા, કન્ટ્રી ડિલાઇટના બિઝનેસ હેડ રાહુલ નાથ, કન્ટ્રી ડિલાઇટના આસિસ્ટન્ટ મેનેજર સુશ્રી પાર્વતી અને ઝેપ્ટોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શ્રીનિવાસ સ્વેન દ્વારા એક્સપર્ટ લેક્ચર અપાશે.
ઈપીડી-જીએસીએલ- EPD-GACL દ્વારા 'ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટી ઇન સ્પેશિયાલિટી કેમિકલ્સ: ધ સેન્ટ્રલ ગુજરાત એડવાન્ટેજ' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં સુમીટોમો કેમિકલ્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ વીપી કુણાલ મિત્તલ, હ્યુબેક કલર પ્રાઇવેટ લિમિટેડના પ્રોમોટર ડાયરેક્ટર, કો-ફાઉન્ડર અને પૂર્વ સીએમડી તથા ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલની સસ્ટેનેબિલિટી કમિટીના ચેરમેન રવિ કપૂર, આર્કેમા ઇન્ડિયાના એમડી સુરેશ રામચંદ્રન, કે. સી. મહેતા એન્ડ કંપની LLP ના મેનેજિંગ પાર્ટનર અને સીઈઓ મિલિન મહેતા અને એ.ટી. કીર્ની કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના પાર્ટનર વિશ્વનાથન રાજેન્દ્રન દ્વારા લેક્ચર અપાશે.
ઈપીડી-જીઇએલ EPD-GEL / GGL દ્વારા 'નેચરલ ગેસ એડોપ્શન: સ્ટ્રેન્થનિંગ ઇન્ડિયાઝ એનર્જી સિક્યોરિટી બિયોન્ડ એલપીજી ડિપેન્ડન્સ' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં EPD-GELના પાર્ટનર પવન મુંધરા, મોનિટરિંગ લિમિટેડના ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ કુમાર અભિષેક અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુરેશ મંગલાની દ્વારા માર્ગદર્શન અપાશે.
ઈપીડી-જીઆઈપીસીએલ EPD-GIPCL દ્વારા 'એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી CFBC ટેક્નોલોજી બેઝ્ડ લિગ્નાઇટ પાવર પ્લાન્ટ' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં GIPCL ના ટેક્નિકલ એડવાઇઝર શ્રી એન. કે. સિંહ દ્વારા એક્સપર્ટ લેક્ચર અપાશે.
વીએમસી દ્વારા 'હાઇ-સ્પીડ રેલ કોરિડોર એઝ અ કેટાલિસ્ટ ફોર ઇકોનોમિક ગ્રોથ એન્ડ રીજનલ ડેવલપમેન્ટ' વિષય પર પેનલ ડિસ્કશન યોજાશે, જેમાં પ્રોજેક્ટ SMART, JICA ના એક્સપર્ટ શ્રી કાઝુકી યોશિયોકા દ્વારા માર્ગદર્શન અપાશે.
આઈસી-વુમન એમ્પાવરમેન્ટ IC-Women empowerment દ્વારા 'સશક્ત ઉદ્યમી સંવાદ' વિષય પર સેમિનાર યોજાશે, જેમાં એક્સેલરેટ ઇન્ડિયાના ફાઉન્ડર અને ડાયરેક્ટર ડૉ. નેહા શર્મા દ્વારા એક્સપર્ટ લેક્ચર આપવામાં આવશે.
વડોદરા ખાતે યોજાનારી આ બે દિવસીય પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપનાર સાબીત થશે. આ પરિષદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ક્વોન્ટમ ટેક્નોલોજી, પ્રાકૃતિક ખેતી, ગ્રીન એનર્જી અને ટૂરિઝમ જેવા અત્યાધુનિક વિષયો પર થનારી ચર્ચા અને આદાન-પ્રદાનથી સ્થાનિક રોજગારી અને કૌશલ્ય વિકાસના નવા દ્વાર ખુલશે. વિવિધ સરકારી વિભાગો, ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્ધારકોનો આ સમન્વય ગુજરાતને વૈશ્વિક સ્તરે અગ્રેસર રાખવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
