તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
અમદાવાદમાં ગરબાની ટિકિટ સસ્તા ભાવે વેચવાના નામે લોકો સાથે છેતરપિંડી: બે આરોપીની ધરપકડ
આરોપીઓ મોંઘા ગરબાના પાસ સસ્તા ભાવે આપવાની લોભામણી જાહેરાતો ઇન્સ્ટાગ્રામ પર મૂકીને લોકોને આકર્ષતા:શહેરના 25 જેટલા ગરબા આયોજનોના પાસ વેચવાના નામે આરોપીઓએ લોકોને નિશાન બનાવ્યા

અમદાવાદમાં ગરબાની ટિકિટ સસ્તા ભાવે વેચવાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ મોંઘા ગરબાના પાસ સસ્તા ભાવે આપવાની લોભામણી જાહેરાતો ઇન્સ્ટાગ્રામ પર મૂકીને લોકોને આકર્ષતા હતા. શહેરમાં યોજાતા 25 જેટલા ગરબા આયોજનોના પાસ વેચવાના નામે આરોપીઓએ લોકોને નિશાન બનાવ્યા હતા અને તેમની પાસેથી હજારો રૂપિયા પડાવ્યા હતા. સોશિયલ મીડિયા પરની જાહેરાતો પર વિશ્વાસ કરીને પાસ ખરીદવા ઇચ્છતા લોકો સાથે આ રીતે છેતરપિંડી આચરવામાં આવતી હતી. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને અત્યાર સુધી કેટલા લોકો ભોગ બન્યા છે તે સહિતની વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
