તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઘર બહાર DJ વગાડતા રોકવાનો ખાર રાખીને બે શખ્સોએ વકીલ પર હુમલો કર્યો
વકીલે બંને શખ્સો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી: હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઘર બહાર DJ વગાડતા રોકવા બદલ એક વકીલ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અદીલ શેખ નામના વકીલે ઘર બહાર વગાડવામાં આવી રહેલો DJ બંધ કરાવ્યો હતો. આ ઘટનાના બીજા દિવસે સવારે બે શખ્સોએ વકીલ પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે વકીલે બંને શખ્સો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજના આધારે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
