<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

સચિવાલય, શાળા અને કોર્ટ સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે બે આરોપીઓ ઝડપાયા

બિહારનો આરોપી ઝારખંડના ગુલશન કુમાર સાથે સંડોવાયેલો અને ગુલશન કુમાર બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે સંપર્કમાં રહી કામગીરી કરતો હોવાનો ખુલાસો થયો

અમદાવાદ : ગાંધીનગર સચિવાલય, શાળા અને કોર્ટ સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળવાના મામલે સાયબર સેલે તપાસ હાથ ધરી બે આરોપીઓની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં બોમ્બ થ્રેટનું કનેક્શન બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે બિહારનો આરોપી ઝારખંડના ગુલશન કુમાર સાથે સંડોવાયેલો હતો અને ગુલશન કુમાર બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે સંપર્કમાં રહી કામગીરી કરતો હોવાનો ખુલાસો થયો છે.

(11:46 AM IST)