News of Wednesday, 27th May 2026
ધો.૧૦ના પરિણામના ૩ સપ્તાહ બાદ પણ માર્કશીટ ન મળતા હાલાકી
ધોરણ-૧૨માં પણ પરિણામના ૧૯મા દિવસે માર્કશીટ મળી ગઈ હતી : માર્કશીટમાં વિલંબના પગલે ડિપ્લોમા પ્રવેશ માટેની કાર્યવાહીને અસર થશે

અમદાવાદ તા.૨૭: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવામાં આવેલી પોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાનું પરિણામ હંમેએ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે પરિણામ જાહેર થયાને હવે ત્રણ સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી મૂળ માર્કશીટ આપવામાં આવી નથી. બોર્ડની આ વિલંબિત કામગીરીને કારણે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિતા ફેલાઈ છે. ખાસ કરીને પોરણ-૧૦ પછી ડિપ્લોમા સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ વિલંબ મુશ્કેલીરૂપ બની રહ્યો છે.
સામાન્ય રીતે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાના એક સપ્તાહની અંદર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હોય છે. શાળાઓ મારફતે વિદ્યાર્થીઓ સુધી માર્કશીટ પહોંચાડવાની વ્યવસ્થા અગાઉના વર્ષોમાં સમયસર થતી રહી છે. પરંતુ આ વખતે બોર્ડ તરફથી માર્કશીટના ફોર્મેટ અને ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે. આ પહેલા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૪ મેના રોજ જાહેર કરાયું હતું. ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને પણ પરિણામ જાહેર થયાના લગભગ ૧૯ દિવસ બાદ, એટલે કે ૨૩ મેના રોજ માર્કશીટ મળી હતી. હવે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે પણ સમાન સ્થિતિ સર્જાતા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી સમસ્યા
પ્રવેશપ્રક્રિયામાં ઉભી થઈ રહી છે. ધોરણ-૧૦ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. તેમાં વિદ્યાર્થીઓએ માર્કશીટ અને સ્કૂલ લિવિગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત હોય છે. પરંતુ માર્કશીટ ઉપલબ્ધ ન હોવાથી અનેક વિદ્યાર્થીઓ હજુ સુધી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે, કારણ કે તેઓને દસ્તાવેજો માટે વારંવાર શાળાઓના ચક્કર કાપવા પડી રહ્યા છે.
શિક્ષણવિદોના મતે હાલના ડિજિટલ યુગમાં બોર્ડ પાસે ટેકનોલોજી અને આધુનિક વ્યવસ્થા ઉપલબ્ધ હોવા છતાં આવી વિલંબિત પ્રક્રિયા યોગ્ય ગણાય નહીં, પરિણામ જાહેર કરવાની સાથે જ માર્કશીટ તૈયાર રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીઓને અનાવશ્યક હેરાનગતિથી બચાવી શકાય.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
