News of Friday, 31st July 2026
કીમ-ઓલપાડ હાઇવે પર દુકાન પર વૃક્ષ ધરાશાયી : ગટર ખોદકામના કારણે ઝાડ મૂળમાંથી ઉખડ્યું
ભારે વૃક્ષ પડવાના કારણે દુકાનના માળખાને મોટું નુકસાન પહોંચ્યું: દુકાન માલિકને ભારે આર્થિક ફટકો પડ્યો છ

સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર આવેલ મુળદ પાટિયા નજીક એક મોટી હોનારત ટળી છે. અહીં ચાલી રહેલી ગટર લાઇનના ખોદકામના કારણે એક ઘટાદાર વૃક્ષ અચાનક મૂળમાંથી ઉખડીને રસ્તા કિનારે આવેલી દુકાન પર ધરાશાયી થયું હતું. સદ્નસીબે ઘટના સમયે દુકાન બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, ભારે વૃક્ષ પડવાના કારણે દુકાનના માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે, જેનાથી દુકાન માલિકને ભારે આર્થિક ફટકો પડ્યો છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
