તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 23rd October 2026
મહેસૂલ ખાતાના અધીકારી ઓની બદલી સોૈરાષ્ટ્રના ૬ અધીકારીઓને આવરી લેવાયા
કલેકટર અને સચિવાલયના અધીકારીઓને ચૂંટણીના નાયબ જીલ્લા અધીકારી તરીકે જવાબદારી..

ગાંધીનગર, તા.૨૩: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના સત્તાવાર આદેશ અનુસાર, ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-૧ સંવર્ગમાં ફરજ બજાવતા કુલ ૨૨ અધિકારીઓની જાહેર હિતમોં બદલી કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને તેમના વર્તમાન હોદ્દા પરથી તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવાના રહેશે તથા સંબંધિત અધિકારીઓએ ફરજ પર જોડાવાનો સમય (Joining Time) ભોગવ્યા વિના સીધા જ બદલીના સ્થળે હાજર થઈને ફરજ સંભાળવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ બદલીઓ અંતર્ગત સોૈરાષ્ટ્ર-કચ્છના અધિકારીઓની વર્તમાન પોસ્ટીંગ અને બદલીના સ્થળની વિગતો નીચે મુજબ છેઃ
મહેન્દ્રકુમાર એમ. દેસાઈ - ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન ઓફિસર), અમરેલીથી બદલી કરીને ચૂંટણી નાયબ જિલ્લા અધિકારી, અમરેલી ખાતે નિમણૂ, અક્ષયસિંહ જવાહરસિંહ રાજપૂત - નાયબ કલેક્ટર-૧ ની કચેરી, કલેક્ટર કચેરી, દેવભૂમિ દ્વારકાથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, દેવભૂમિ દ્વારકા ખાતે નિમણૂક, હિતેષકુમાર વલજીભાઈ ચાવડા - નાયબ કલેક્ટર-૨ ની કચેરી, કલેક્ટર કચેરી, ગીર સોમનાથથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ગીર સોમનાથ ખાતે નિમણૂક, સિદ્ધાર્થ રજનીકાંત ત્રિવેદી - સ્પેશિયલ લેન્ડ એકવિઝિશન ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઓફિસર, કલેક્ટર કચેરી, જામનગરથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જામનગર ખાતે નિમણૂક, ધૈવત કેતનભાઈ ધ્રુવ - સ્પેશિયલ લેન્ડ એકવિઝિશન ઓફિસર, કલેક્ટર કચેરી, મોરબીથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જૂનાગઢ ખાતે નિમણૂક આપવામાં આવી છે., કમલ પાર્થિભાઈ ચૌધરી - નાયબ કલેક્ટર-૧ ની કચેરી, કલેક્ટર કચેરી, પોરબંદરથી બદલી કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પોરબંદર ખાતે નિમણૂક
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
