તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ગુજરાતમાં હેલિકોપ્ટર ઉડાવવા અંગેની તાલીમ અપાશે : દેશનું પ્રથમ ટ્રેનિંગ સેન્ટર ખુલશે: અમદાવાદ નજીક સેટઅપ સ્થપાશે.
દેશની સેવા કરનારા આર્મી જવાનો દ્વારા આ નવી પહેલ શરુ કરવામાં આવી છે. ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપી ચૂકેલા ઓફિસર્સ દ્વારા નવી કંપની બનાવાઈ

અમદાવાદ :ગુજરાતમાં હેલિકોપ્ટર ઉડાવવા અંગેની તાલીમ આપતું દેશનું પ્રથમ ટ્રેનિંગ સેન્ટર ખુલવા જઈ રહ્યું છે. દેશની સેવા કરનારા આર્મી જવાનો દ્વારા આ નવી પહેલ શરુ કરવામાં આવી છે. ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપી ચૂકેલા ઓફિસર્સ દ્વારા નવી કંપની બનાવાઈ છે.જેમાં તેઓ દેશની પહેલી હેલિકોપ્ટર અને જાયરોસ્કોપ્ટર ટ્રેનિંગ સ્કૂલ શરુ કરી રહ્યા છે.
ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપી ચૂકેલા એરમાર્શલ પી. કે દેસાઈ અને સેવા નિવૃત વિંગ કમાન્ડર જયદેવા દેસાઈ કે, જેઓ કારગિલ યુદ્ધમાં પોતાની સેવા આપી છે. તેમના દ્વારા જાયરોકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. કંપની દ્વારા ભારતમાં ઓછા ખર્ચામાં જાયરોકોપ્ટર હેલિકોપ્ટર એસેમ્બલિંગ, ટ્રેનિંગ અને મેન્યુફેક્ચરિંગ કરવાની શરુઆત કરવા જઈ રહી છે
નિવૃત ઓફિસર્સના જણાવ્યા મુજબ, કંપની દ્વારા એક બ્રાન્ડેડ અને લક્ઝુરિયસ કારની કિંમત સુધીનું જાયરોકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરની કિંમત 02થી 05 કરોડ સુધીની હોય છે. જ્યારે તેમની કંપની દ્વારા 1.25 કરોડ સુધીના જાયરોકોપ્ટર અને સામાન્ય હેલિકોપ્ટરની કિંમત 3.5 કરોડ સુધીના હોય છે.
નિવૃત ઓફિસર્સના જણાવ્યા મુજબ, સરળ અને ઓછી કિંમતનું જાયરોકોપ્ટર દેખાવમાં નાના હેલિકોપ્ટર જેવું હોય છે. ઓછી કિમતના આ જાયરોકોપ્ટરની ઉંચાઈ 3 મીટર, લંબાઈ 8 મીટર અને પહોળાઈ 4 મીટર સુધીની હોય છે. જેમાં ફોર સ્ટ્રોક એન્જિન રહેલા હોય છે. આ સૌથી સુરક્ષિત એરક્રાફ્ટમાંનું એક છે. જાયરોકોપ્ટર સામાન્ય પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલની મદદથી પણ ચલાવી શકાય છે. જે અંગે ડીજીસીએમાં ખાસ ચર્ચા વિચારણા ચાલી રહી છે.
હેલિકોપ્ટર અને જાયરોકોપ્ટર બનાવતી આ કંપનીએ પોલેન્ડ અને ઇટાલીની 3 કંપનીઓ સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપ કરી છે. આ જાયરોકોપ્ટરનું શરુઆતમાં કિટ આધારિત એસેમ્બલિંગ કરવામાં આવશે, હાલ કંપનીનું સેટઅપ ગુજસેલની પરવાનગીથી મહેસાણા ખાતે આવેલું છે. જ્યાં પહેલું એરાફ્ટ આવી ચૂક્યું છે.
મહેસાણામાં કંપનીનું સેટઅપ ગોઠવી દેવાયું છે. જ્યાં જાયરોકોપ્ટરનું એસેમ્બલિંગ કરીને સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં આવાં 20 સેન્ટર શરૂ કરવા માટે વાતચીત ચાલી રહી છે. જે અંતર્ગત 20 હેલિકોપ્ટર, 50 જાયરોકોપ્ટર ખરીદાશે, ઉપરાંત કંપનીના માલિકો મુજબ, આગામી સમયમાં મોરબી, વડનગર અને નવસારીમાં નવા ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવી શકે છે. ઉપરાંત. આગામી સમયમાં અમદાવાદ નજીક મોટું સેટઅપ સ્થપાશે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
