તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
પાલિકા-પંચાયતોમાં ચૂંટાયેલા ભાજપના ૮૮૫૦ સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગ
તા.૧૨ ડીસેમ્બરથી પ્રારંભઃ રાજયમાં કુલ ૭૦ જેટલા વર્ગોઃ જનપ્રતિનિધિ તરીકેની ભૂમિકા અંગે માર્ગદર્શનઃ ધારાસભાની ચૂંટણીની તૈયારી

રાજકોટ, તા. ર૪ : ગુજરાતમાં ભાજપ દ્વારા દિવાળી પહેલા સંગઠનના પદાધિકારીઓ માટે પ્રશિક્ષણ વર્ગ યોજાયેલ. હવે સ્થાનિક સ્વરાજયની ચૂટાયેલા પાર્ટીઓના સભ્ય માટે રાજયવ્યાપી જુદા જુદા અભ્યાન વર્ગો (પ્રશિક્ષણ) યોજાનાર છે જેનો પ્રારંભ ૧ર ડિસેમ્બરથી થશે અને ૧ મહિના જેટલો સમય ચાલશે.
ભાજપ દ્વારા પાલિકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યને અસરકારક ભૂમિકાનો માર્ગદર્શન આપવા માટે સમયાંતરે પ્રશિક્ષણ વર્ગો થતા રહે છે. આ વખતે ૧ રાત્રી અને ર દિવસ માટેના વર્ગોનું આયોજન છે. જેમાં રાજયમાંથી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ૩૬૦૦ સભ્યો માટે ર૮૦૦ વર્ગો થશે. જિલ્લા પંચાયતના ૯૦૦ સભ્યો માટે ૭ વર્ગો અને નગરપાલિકાઓના ર૬પ વર્ગ થશે. જેમાં ૩૪૦૦ ચૂંટાયેલા સભ્યો અપેક્ષિત છે. જુદા જુદા મહાનગરોમાં ૯પ૦ જેટલા સભ્યો ચૂંટાયેલા છે. તેના માટેના ૮ વર્ગ થશે. કુલ સ્થાનિકો સ્વરાજયની સંસ્થાઓના ૮૮પ૦ જેટલા સભ્યો ભાગ લેશે.
પ્રશિક્ષણ વર્ગમાં ભાજપનો ઇતિહાસ અને વિકાસ, લોકપ્રતિનિધિ તરીકે કાર્ય પધ્ધતિ, સરકારની યોજનાઓ, પ્રચારમાં સોશ્યલ મીડીયાનો ઉપયોગ વગેરેનુ઼ માર્ગદર્શન આપવામાં આવશે. નજીક નજીકના જિલ્લાઓમાં અભ્યાસ વર્ગ ભૌગોલિક પરસ્થિતિ અને પ્રશિક્ષાર્થી સભ્યોની સંખ્યાને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવશે. ધારાસભ્યની ચૂંટણી ર૦ર૭ના વર્ષર્માં આવી રહી હોવાથી વર્ગની સાથે તેની તૈયારી પણ થશે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
