<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ડ્રગ્‍સ ઝુંબેશનું ટ્રેલર આટલું ધમકેદાર છે,તો મંગળવારથી શરૂ થનાર આખુ પિક્‍ચર ભુક્કા કાઢે તેવું ન હોય તો જ નવાઈ...

ડ્રગ્‍સને કારણે ઉડતા પંજાબના વાયરલ પ્રચારે સતા ગુમાવવાનો વારો આવેલ, તે પેટર્નનું ગુજરાતમાં આપ, અને કોંગ્રેસ પુનરાવર્તન કરાવવા ૨૦૨૭ની ચૂંટણીમાં પ્રયાસ કરે તેવા રિપોર્ટના પગલે ધમધમાટ હોવાનું રાજકીય પંડિતોનું દ્રઢ અનુમાન... અમદાવાદમાં જેલ કે જામીન મુક્‍ત ૧ હજાર ડ્રગ પેડલરોનો અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્‍ચ, Sog દ્વારા જોઈન્‍ટ સીપી શરદ સિંઘલ, નીરજ બડગુજ્જરના નેતળત્‍વમાં મેળો યોજી, ચારે બાજુથી બન્‍ધ મંડપમાં લંગડી ચાલ બની ત્‍યાં સુધી સરભરા કરી... વડોદરા સીપી નરસિંહમાં કોમાર અને રાજકોટ સીપી બ્રજેશ ઝા ટીમ દ્વારા ઝુંબેશ સાથે શાળા કોલેજમાં વિધાર્થીઓ માટે જાગળતિ ઝુંબેશ શરૂ થયેલ છે.... રાજકોટ રેન્‍જ વડા નિર્લિપ્‍ત રાયના આદેશ, પગલે અસરકારક ઝુંબેશઃ રાજકોટ ગ્રામ્‍ય વડા વિજયસિંહ ગુર્જરના નેતળત્‍વમાં LCB pi જે. પી. રાવ ટીમ દ્વારા ડ્રગ્‍સ માટે સર્ચ ઓપરેશનમાં તાલીમબધ્‍ધ ડોગ સામેલ...

રાજકોટ, તા.૨૭: ૨૦૨૭ની ચૂંટણીના હર હંમેશ ઈલેક્‍શન મોડમાં રહેતા ભારતીય જનતા પક્ષે નરેન્‍દ્રભાઈની ગુજરાતના અન્‍ય મહત્‍વના પ્રવાસ રદ કરી, ફક્‍ત રાજ ભવનમાં  નારાજી ડિનર યોજી, ઘણા સંકેત આપ્‍યા.             

આપ અને કોંગ્રેસ ૨૦૨૭માં કયાં મુદ્દા પર સરકાર સામે મોરચો માંડશે તેના ફીડ બેક IB અને ઇનર સર્કલ પાસે મેળવતા, લો એન્‍ડ ઓર્ડર, દારૂ અને ખાસ કરી ડ્રગ્‍સના મુદ્દો મોટા પાયે ઉપાડવાના છે તેવા અહેવાલ અંતર્ગત અમિતભાઈએ ગુજરાતના મહત્‍વના લોકો સાથે બેઠક કરી ૨૦૨૯ આગામી લોકસભા ચૂંટણી સુધીમાં ગુજરાતમાંથી ડ્રગ્‍સના મૂળિયાં ઉખેડવા માટે ૧લી ડિસેમ્‍બરથી પોલીસ તમામ કામ પડતા મૂકી જબરજસ્‍ત જંગ શરૂ કરનાર છે.

ડ્રગ્‍સ પેડલરો સામે જંગનું આખુ પિક્‍ચર કેવું હશે તે દર્શાવવા આખા ગુજરાતમાં ડ્રગ્‍સ સામે લડાઈ શરુ થયેલ છે.  આમાં તમામ પોલિસ કમિશનર, તમામ રેન્‍જ વડા, તમામ જિલ્લા પોલિસ વડાઓ નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્‍યના મુખ્‍ય પોલિસ વડા જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિકના આદેશ મુજબ એક્‍શન મોડમાં છે.

અંમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગ દર્શનમાં ભૂતકાળમાં  ડ્રગ્‍સ પેડલરો તરીકે પકડાયેલ, જામીન પર રહેલ, સજા પુરી કરી આવેલ લોકોને હેડ કવાટરમાં એકઠા કરી, એક ચારે બાજુથી બંધ છાવણીમા એક એક પેડલરોની આગવી ઢબે સરભરા, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, જોઈન્‍ટ સીપી નીરજ બડ ગુજ્જરના નેતળત્‍વ નીચેની ટીમ દ્વારા થયેલ.

વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાંરે અને રાજ્‍કોટ પોલિસ કમીશનર બ્રજેશ ઝા દ્વારા ડ્રગ્‍સ પેડલરો વિરુદ્ધ તવાઇ ઉતારવા સાથે સ્‍કૂલ, કોલેજના વિધાર્થીઓમાં જાગળતિ લાવવા ખાસ ટીમોંને વિધાર્થીઓને ડ્રગ્‍સના દુષણથી દૂર કરવા પાયાનું કાર્ય પણ શરુ થયેલ છે.   સુરત મુંબઈથી નજીક હોવાથી ત્‍યાંના દુષણ ઝડપથી વિવિધ સ્‍વરૂપે પ્રવેશે છે, Sog ડીસીપી રાજદીપસિંહ નકુમ, પોલિસ ઇન્‍સ. અતુલ સોનરા, પાન પાર્લર, મેડિકલ સ્‍ટોરોનું સતત ચેકીંગ કરી સીપી વાંબાગ જમીરના માર્ગદર્શનમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. આમાં પીસીબી PI આર. એસ. સુવેરા પણ ખુબ સક્રિય ભૂમિકા સીપીના પ્રતિનિધિ તરીકે ભજવી રહ્યા છે. પોલીસ કમિશનરેટ વિસ્‍તારો માફક રાજકોટ રેન્‍જ વડા શ્રી. નિરલિપ્ત રાયના સીધા માર્ગદર્શન નીચે આખી રેન્‍જમાં ડ્રગ્‍સ પેડલરોને વીણી વીણી શોધી કાઢવા કડક કાર્ય વાહી શરૂ થયેલ છે. રાજકોટ ગ્રામ્‍યના કાર્યદક્ષ એસપી વિજયસિંહ ગુર્જરના નેતળત્‍વમાં LCB pi જે. પી. રાવ અને સ્‍ટાફ દ્વારા આખા જિલ્લામાં સર્ચ ઓપ્રેશન મોટા પાયે શરુ થયું છે. ડ્રગ્‍સ શોધી કાઢવાની તાલીમ મેળવેલ ક્રિપ્‍ટો ડોગનાઙ્ઘ ઉપયોગ શરુ થયેલ છે. આ તો ફક્‍ત દ્રષ્ટાંત છે, આ ઝુંબેશ આખા રાજ્‍યમાં છે. અત્રે એ યાદ રહે કે પંજાબની છબી ઉડતા પંજાબ તરીકે  ડ્રગ્‍સના કારણે ઉપસતા સતા પરિવર્તન થયેલ, એ વાત હાઈ કમાન્‍ડ સારી રીતે જાણે છે

(2:45 PM IST)