News of Saturday, 16th May 2026
પ્રેમનો પિશાચી અંત: મહિલા વકીલની નિર્મમ હત્યાથી સમગ્ર પંથક ફફડી ઉઠ્યો : લગ્નની જીદ કરતા પ્રેમીએ જ રચ્યો મોતનો ખેલ
બે વર્ષના ગાઢ પ્રેમ સંબંધનો લોહીયાળ અંજામ: પહેલા નિર્વસ્ત્ર કરી, પછી ગળું ચીરી નાખ્યું અને અંતે ચહેરો પથ્થરથી કચડી નાખીને ઓળખ ભૂંસવાનો નરાધમ પ્રયાસ : કાયદાના રક્ષકની જ કરુણ હત્યા

અમદાવાદ: સભ્ય સમાજને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં કાયદાનું જ્ઞાન ધરાવતી એક મહિલા વકીલ પોતે જ ક્રૂરતાનો ભોગ બની છે. છેલ્લા બે વર્ષથી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં રહેલી આ મહિલાને અંદાજ પણ નહોતો કે જેની સાથે તે ભવિષ્યના સપના જોઈ રહી છે, તે જ વ્યક્તિ તેના જીવનનો કાળ બનશે. જ્યારે મહિલાએ સામાજિક મર્યાદાઓ અને સંબંધને નામ આપવા માટે લગ્નનો આગ્રહ રાખ્યો, ત્યારે ઉશ્કેરાયેલા પ્રેમીએ પળવારમાં જ માનવતા નેવે મૂકીને હિંસક રૂપ ધારણ કરી લીધું હતું.
હત્યાની પદ્ધતિ એટલી ભયાનક હતી કે સાંભળનારના રૂંવાડા ઉભા થઈ જાય. આરોપીએ પહેલા મહિલાને નિર્વસ્ત્ર કરી તેનું અપમાન કર્યું હતું અને ત્યારબાદ તીક્ષ્ણ છરી વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. આટલેથી પણ મન ન ભરાતા, નરાધમે પથ્થર ઉપાડીને મહિલાના ચહેરા પર અનેક ઘા ઝીંક્યા હતા જેથી તેની ઓળખ ન થઈ શકે. ઘટનાસ્થળે ચારેબાજુ લોહીના ખાબોચિયા અને મહિલાની ચીસોના પડઘા શાંત થઈ ગયા હતા, પરંતુ પાછળ રહી ગઈ હતી તો માત્ર એક અરેરાટીભરી લાશ.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અને મૃતક વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો, જેનું મુખ્ય કારણ લગ્નનો વિવાદ હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા છે અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કિસ્સાએ ફરી એકવાર સમાજમાં સુરક્ષા અને અંગત સંબંધોમાં વધતી હિંસા સામે લાલબત્તી ધરી છે. એક શિક્ષિત અને વકીલાત જેવા વ્યવસાય સાથે જોડાયેલી મહિલા સાથે થયેલી આ દરિંદગીને પગલે કાયદાકીય આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
